દૂધ પીવું શરીર માટે ખુબ જ ફાયદાકારક હોય છે. દૂધ માં લગભગ શરીર માટે જરૂરી દરેક પોષક તત્વ મળી આવે છે,. એટલા માટે દૂધ ને સંપૂર્ણ આહાર પણ કહેવામાં આવે છે. તજ નો ઉપયોગ પણ ભારત માં ઘણા સમયથી કરવામાં આવે છે. ઘરની રસોઈમાં ભોજનને ખુશબુદાર અને સ્વાદિષ્ટ બનાવવા માટે તજનો ઉપયોગ કરવામાં આવે છે.
એ સિવાય તજ માં ઘણા બધા ઔષધીય ગુણ પણ મળી આવે છે, તેના શારીરિક બીમારી ને દુર કરે છે. આજે અમે તમને દૂધ માં તજ મિક્સ કરીને પીવાના ફાયદા વિશે જણાવીશું. તો ચાલો જાણી લઈએ રાત્રે સુતા પહેલા દૂધમાં તજ નાખીને પીવાથી ક્યાં ફાયદા થાય છે.
મોટાપો કરે દૂર
શું તમારે વજન ઓછું કરવું છે તજ પાવડર ને દૂધ માં નાખીને તમે પી શકો છો. તમે તમારું વજન નિયંત્રિત કરવા માં મદદ મળશે. સાથે એનાથી પેટ નું પાચન પણ સારું રહે છે. લોકડાઉન ના સમય માં વધારે ખવાઈ રહ્યું હોય અને ચાલવા નું ઓછું થઈ રહ્યું હોય જો તમે રોજ રાત્રે તજ પાઉડર વાળું દૂધ પીવું એનાથી પાચન પણ સારું રહેશે અને શરીર માં બીજા રોગ પણ નહીં થાય.
ચહેરા પર લાવે નિખાર
તજ પાવડર વાળું દૂધ પીવા થી તમારા સ્વાસ્થ્ય સારું થશે સાથે સ્કીન થી જોડાયેલી બધી મુશ્કેલીઓ પણ દૂર થઈ જશે. એમાંથી મળવાવાળા એન્ટીબેક્ટેરિયલ ગુણ ત્વચા ના રોગો ને દૂર કરે છે. સાથે ચહેરા પર થવાવાળા ઇન્ફેકશન નો પણ અંત કરે છે. ત્યાં જ વાળ ની સમસ્યા દૂર કરવી છે તો દૂધ અને તજ ની સાથે થોડું મધ મિક્સ કરી દો. તમારા વાળ માં ચમક આવી જશે અને યીસ્ટ ઇન્ફેક્શન પણ નહીં થાય.
ડાયાબિટીસ માં રાહત
આજ ના ટેન્શન વાળા જીવન માં સુગર ની સમસ્યા થઈ જવું ઘણું સામાન્ય વાત થઈ ગઈ છે. આવા માં શરીર માં ઈન્સ્યુલીન વધારવું હોય તો તજ ની લાકડી સૌથી સારું રહેશે. એ શરીર માં બ્લડ શુગર ને નિયંત્રણ માં રાખે છે. જો તમને ડાયાબિટીસ ની સમસ્યા છે તો તમે તજ પાવડર વાળા દૂધ નું સેવન કરો. એનાથી તમારા બ્લડ શુગર લેવલ કંટ્રોલ માં રહેશે.
હાડકા બનાવે મજબૂત
હાડકા નબળા પડી જવા પર શરીર ને ઘણી બીમારીઓ ઘેરી લે છે. આવ માં તજ પાવડર વાળા દૂધ નું સેવન કરવું જોઈએ. તજ માં કેલ્શિયમ, ફાઇબર અને મેંગેનિઝ હોય છે જે હાડકાં ને મજબૂત કરે છે. જુના જમાના માં લોકો હાડકાં ને મજબૂત કરવા માટે તજ પાવડર વાળા દૂધ નો ઉપયોગ કરતા હતા. એનાથી વાળ ની સમસ્યા પણ દૂર થાય છે.
રોગ પ્રતિકારક શક્તિ વધારે
રોગ પ્રતિકારક શક્તિ પણ વધે છે. મિત્રો પ્રાચીન કાળમાં પણ આ રીતે દૂધનું સેવન કરવામાં આવતું જો બાળકને તજ અને મધ નું દૂધ પીવડાવવામાં આવે તો તેની રોગપ્રતિકારક શક્તિ વધે છે અને ઝડપથી બીમાર નથી પડતા. તેમજ ગળા ની સમસ્યા માટે પણ આ દૂધ ઉત્તમ ગણાય છે ગામમાં ઇન્સ્ટ્રક્શન લાગ્યું હોય કફ જેવું તેમજ બેસી ગયેલા લાગતું હોય તો તજ અને મધ વાળા દૂધનું સેવન તેમાં રાહત આપે છે.
કબજિયાત દૂર કરે
પેટને લગતી કોઈપણ પ્રકારની સમસ્યા જેવી કે કબજિયાત ગેસ વગેરે માંથી છુટકારો મેળવવા માટે તજ ખૂબ જ ચમત્કારી ઉપાય સાબિત થાય છે. દૂધની સાથે થોડો તજનો પાઉડર ભેળવી તેનું સેવન કરવાથી પેટને લગતી દરેક પ્રકારની સમસ્યામાંથી રાહત મળે છે, અને સાથે સાથે તમારું પૂજન ખૂબ આસાનીથી પચી જાય છે.