ગુજરાતમાં મહિલા સુરક્ષાની વાતના ધજાગરા ઉડાડતી એક ઘટનાએ યુવાન દીકરીઓની જિંદગીને લઈને માતાપિતાને વિચાર કરવા મજબુર કરી દીધા છે. ભાવનગર જિલ્લાના ગારીયાધારમાં યુવતીને ગામના યુવકે મરવા મજબુર કરી હતી. ગળાફાંસો ખાઈ લીધા બાદ મળેલી સુસાઇડ નોટને પગલે ન્યાય મંગાઈ રહ્યો છે. નોંધાયેલી ફરિયાદ બાદ પોલીસે યુવાનને ઝડપી લીધો હતો.
ભાવનગર જિલ્લાના ગારીયાધાર તાલુકાના ઠાંસા ગામમાં રહેતા રામજીભાઈની 27 વર્ષીય દીકરીએ ગામના સચિન નામના યુવકના ત્રાસથી ગળાફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી. સચિન વોરા નામના યુવકે યુવતીને માનસિક ત્રાસ આપીને ઘરની અગાસી પર ઝેરી બોટલ ફેકીને મરી જવા મજબુર કરી હોવાના પરિવારના આક્ષેપ થયા છે. રામજીભાઈની દીકરીએ જીવ ટૂંકાવતા પહેલા સુસાઇડ નોટ લખી હતી. સમગ્ર ઘટના પ્રકાશમાં આવતા રાજ્યભરમાં તેના ધેરા પડઘા પડ્યા છે, અને દીકરીઓની સલામતી માટે રાજ્યના ગૃહમંત્રી પાસે આવારા તત્વ જેવા યુવક સામે પગલાં ભરવા પરિવારજનોની માંગ ઉઠી છે.
સુસાઇડ નોટમાં લખેલું હતું કે, મેં સુસાઇડ મારા પરિવારના લોકોના દબાણથી નથી કરતી. મને સચિન વોરા ખૂબ જ હેરાન કરી રહ્યો છે, અને તેથી હું સુસાઇડ કરું છું. સચિન મને મારા પરિવારને બ્લેકમેલ કરી રહ્યો છે. પહેલા અમારી વચ્ચે જે કાંઈ હતું એમાં મેં ના પાડી દીધી હતી. મેં એને કઈ દીધું હતું કે આપડા વચ્ચે હવે બધું પૂરું. ત્યારે તે મને ફોટાથી બ્લેકમેલ કરતો હતો અને ખુબ જ ગંદા મેસેજ કરતો હતો. મને ધમકીઓ પણ આપતો હતો.
મને ખરાબ બોલતો હતો. ત્યાર બાદ સમગ્ર ઘટના વિષે મારા પરિવારને જાણ થઇ અને બે મહિનાથી બધા તેને સમજાવે છે. સચિનના પરિવારના લોકો પણ માનતા નથી અને મને બ્લેકમેલ કરે છે. સચિન રોજ મને મેસેજ કરીને અમારા બંનેના ફોટાથી બ્લેકમેલ કરે છે. સચિને અમારા બંનેના ફોટા મારા ભાઈના ફોનમાં પણ મોકલ્યા હતા. મારા આપઘાત પછીનું કારણ સચિન વોરા છે આ બધું તે જ કરી રહ્યો છે. મારા સુસાઇડ પાછળ મારા પરિવારનો કોઈ પણ હાથકે વાક નથી. સચિને મારી સાથે ખુબ જ ખરાબ વર્તન કર્યું હતું અને તેથી જ હું આ પગલું ભરી રહી છું.
એક વાર સચિનના પપ્પા અને કેશુભાઈએ મને પૂછ્યું હતું કે, ‘તારે સચિન સાથે લગ્ન કરવાની ઈચ્છા છે?’ અને ત્યારે મેં ના કહી દીધી હતી કે ના મારે સચિન સાથે લગ્ન નથી કરવા. ત્યાર બાદ મારા પપ્પાએ ઘણી વાર બધાને સમજાવ્યા પણ કોઈ સમજવા તૈયાર ન હતા. રવિનાએ વધુમાં લખ્યું કે, સચિના પેન ડ્રાઈવ, લેપટોપ અને ફોનમાં મારા વિડીયો અને ફોટા છે. તે મને આ વિડીયો અને ફોટા બધાને મોકલીને બ્લેકમેલ કરે છે.
મારા વિડીયો અને ફોટા બીજા શેમાં છે એ મને નથી ખબર પણ આ બધું મારા માર્યા પછી મિટાવી દેજો એટલે મારા લીધે મારા પરિવારના લોકોને વધુ કઈ તકલીફ ન પડે. પપ્પા મને માફ કરજો સોરી, આ પગલું ભરતા પહેલા મેં તમને પૂછ્યું નથી પણ હવે હું આ બ્લેકમેલથી કોઈને મોઢું નથી બતાવી શકતી. લી રવિના રામજીભાઈ કાનાણી. આ સમગ્ર ઘટનાની જાણ પોલીસને થતા પોલીસ તરતજ ઘટના સ્થળે આવી પહોચી હતી અને સુસાઇડ નોટના આધારે પોલીસે સચિન વોરાની ધરપકડ કરી છે. પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
શું છતરપુરના બાગેશ્વર ધામના પીઠાધીશ્વર પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી ખરેખર જયા કિશોરી સાથે લગ્ન કરવા…
હાલમાં કોઈ માતા પિતા તેના બાળકને કઈ કહી શકાતું નથી. માતા-પિતા બાળકના સારા માટે જ…
ગુજરાત રાજ્યના અમદાવાદ શહેર માંથી એક ચોકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા…
SAB ટીવીનો લોકપ્રિય કોમેડી શો 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' છેલ્લા 14 વર્ષથી તેના દર્શકોને…
કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને પાર્ટીના નેતા રાહુલ ગાંધી આ દિવસોમાં ભારત જોડો યાત્રામાં વ્યસ્ત છે…
તમિલનાડુના અરક્કોનમમાં રવિવારે રાત્રે મંદિરના ઉત્સવ દરમિયાન ક્રેન તૂટી પડતાં ઓછામાં ઓછા ચાર લોકોના મોત…