ભારતી સિંહ આ દિવસોમાં પ્રેગ્નેન્ટ છે. પોતાની શાનદાર સેન્સ ઓફ હ્યુમરથી સૌનું મનોરંજન કરનાર ભારતીએ સોશિયલ મીડિયા પર ખૂબ જ રમૂજી રીતે પોતાની પ્રેગ્નન્સી વિશે માહિતી આપી હતી.
હવે ફરી એકવાર ભારતીએ એક વીડિયો શેર કર્યો છે જેમાં બેબી બમ્પ ફ્લોન્ટ કરતી જોવા મળી રહી છે. તાજેતરમાં ભારતી તેના વજનને લઈને ચર્ચામાં હતી. આ પ્રખ્યાત કોમિયન પહેલાથી જ તેનું વજન ઘણું ઓછું કરી ચુક્યું છે.
ભારતી આ દિવસોમાં પ્રેગ્નન્સીને કારણે ભલે તેના પ્રોફેશનલ કમિટમેન્ટ્સમાંથી બ્રેક લઈ રહી હોય, પરંતુ તે સોશિયલ મીડિયા પર સતત એક્ટિવ રહે છે.ભારતી સિંહ માતા બનવાનો આનંદ માણી રહી છે.
ભારતી સિંહે તેના ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં તે એક પછી એક અલગ-અલગ ડ્રેસમાં જોવા મળી રહી છે. ખૂબ જ સુંદર હેરસ્ટાઇલ અને મેકઅપમાં તૈયાર કરાયેલા આ વીડિયોને શેર કરતા ભારતીએ કેપ્શનમાં લખ્યું, ‘હું માતા બનવાની છું’.બહુ મજા આવી રહી છે મમ્મી બનવાની. ભારતીનો આ વીડિયો ફેન્સની સાથે ઈન્ડસ્ટ્રીના સેલેબ્સ દ્વારા પણ પસંદ કરવામાં આવી રહ્યો છે. દરેક લોકો ભારતીને અભિનંદન આપી રહ્યા છે.
ભારતીના આ વીડિયો પર એક પ્રશંસકે લખ્યું, ‘Awww માય ક્યુટિ તમે સુપર ક્યૂટ મોમ લાગી રહ્યા છે’. આટલું જ નહીં, એકે તો એમ પણ લખ્યું કે ‘અભિનંદન તમારા ટ્વિન્સ થાય એવું હું ઈચ્છું છું જે તમારા જેવા ભારતી અને હર્ષ ભૈયા જેવા હોય.
તમને જણાવી દઈએ કે ભારતી સિંહ અને હર્ષ લિમ્બાચીયા ઘણા સમયથી આ સમયની રાહ જોઈ રહ્યા હતા. જો સમાચારોનું માનીએ તો ભારતીની ડિલિવરી એપ્રિલ 2022માં થવાની છે. ટાઈમ્સને આપેલા ઈન્ટરવ્યુમાં ભારતીએ કહ્યું હતું કે ‘શરૂઆતના દિવસોમાં પરિવારના સભ્યોએ કોઈને પણ આ ખુશખબર વિશે કહેવાની ના પાડી દીધી હતી. તેથી જ્યારે 4 મહિના પૂરા થયા ત્યારે અમે બધાને પ્રેગ્નન્સી વિશે જાણ કરી.