બેન્ડ બાજા સાથે જાન લઈને નીકળ્યો વરરાજા, પણ રસ્તામાં કંઈક એવું થયું કે, પડ્યો ઢોરમાર અને પછી સાસરીની જગ્યાએ પહોંચ્યો પોલીસ સ્ટેશન..

બેન્ડ બાજા સાથે જાન લઈને નીકળ્યો વરરાજા, પણ રસ્તામાં કંઈક એવું થયું કે, પડ્યો ઢોરમાર અને પછી સાસરીની જગ્યાએ પહોંચ્યો પોલીસ સ્ટેશન..

લગ્ન અને મૃત્યુ આ બંને એક એકબીજાની વિપરીત વસ્તુઓ છે. લગ્નજીવનમાં ચારે બાજુ ખુશી હોય છે, જ્યારે મૃત્યુમાં ચારે બાજુ શોક. આવી સ્થિતિમાં, જો આ બંને બાબતો એકબીજા સાથે ટકરાય તો સ્વભાવિક હડકંપ તો મચવાની જ છે. આવું જ કંઈક મધ્ય પ્રદેશના સાગર જિલ્લામાં રહેલી પોલીસ સ્ટેશન હેઠળ આવેલા રામપુરા ગામમાં પણ થયું છે. વાત એવી છે કે, વરરજા શોકવાળા વિસ્તારમાંથી ધામધૂમથી જાન લઈને જતો હતો. જેની તેને બાદમાં ભારે કિંમત ચૂકવવી પડી હતી. આ મામલો આટલો આગળ વધી ગયો કે વરરાજા સાસરીના બદલે પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો. આવો જાણીએ શું છે સમગ્ર ઘટના…

બલારામ પટેલ નામના યુવકના લગ્ન હતાં. એટલે લગ્નના દિવસે તેમને ધામધૂમથી જાન કાઢવાની તૈયારીકરવા લાગ્યા. જાન લઈને જતાં પહેલા વરરજા કુળદેવીના દર્શન કરવા માગતો હતો. એટલે ઘોડા પર બેસી બેન્ડ બાજા સાથે આ ગલીમાંથી પસાર થઈ રહ્યો હતો. જ્યાં એક વ્યક્તિનું નિધન થયું હતું. ઘરમાં દુ: ખદ વાતાવરણમાં હતું. એવામાં, તેને વરરજા ધામધૂમથી જાન લઈને જતો હતો. તે તેમને ગમ્યું નહીં.

ગામના મુકેશ યાદવ, ચંદન યાદવ અને રાણુ યાદવ નામના ત્રણ યુવકોએ વરઘોડાને અટકાવ્યો હતો. તેમણે કહ્યું કે, અમારા પરિવારમાં કોઈનું મોત નીપજ્યું છે. દુ: ખનું વાતાવરણ છે અને તમે વરરાજા બનીને ખુશીની ઉજવણી કરી રહ્યા છો તે યોગ્ય નથી. આ વાત વરરાજાને પસંદ આવી નહીં, બંને પક્ષો વચ્ચે ઉગ્ર્ વિવાદ થવા લાગ્યો. બાદ આ વિવાદ મારામારી સુધી પહોંચી ગયો.

મુકેશ યાદવ અને ચંદન યાદવે બાકીના લોકો સાથે વર અને જાનૈયાઓને માર માર્યો હતો. આ ઘટનાને કારણે વરરાજા તેની સાસરીમાં જવાને બદલે પોલીસ સ્ટેશન જવા મજબૂર થયો હતો. અહીં તેણે ચંદન યાદવ, મુકેશ યાદવ અને અન્ય આરોપીઓ વિરુદ્ધ કેસ નોંધાવ્યો હતો. પોલીસમાં ફરિયાદ નોંધ્યા પછી, તે ફરીથી જાન લઈને દુલ્હન પાસે ગયો. આ સમગ્ર મામલે પોલીસ કહે છે કે. અમે કેસ નોંધ્યો છે, હાલ કેસની તપાસ ચાલી રહી છે.

જ્યાં શોકનું વાતાવરણ હોય છે ત્યાંથી બેન્ડ બાજા સાથે વરઘોજો લઈને નીકળવું થોડું વિચિત્ર છે. પરંતુ તમારે આ બાબતે લડવું યોગ્ય છે કે નહીં તે અંગે તમારે પોતાનો અભિપ્રાય આપવો જ જોઇએ. જો તમે આ સ્થિતિમાં હોત તો તમે શું કરત? કમેન્ટ કરીને જણાવજો

Related articles

error: Content is protected !!