તારક મહેતા કા ઉલ્ટા ચશ્માનો બબીતાજીનો લેટેસ્ટ ડાન્સ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થવા લાગ્યો છે. બબીતા જી (મુનમુન દત્તા) ના ચાહક જેઠાલાલ પણ તેમનો આ ડાન્સ જોઈને દંગ રહી જશે. બબીતા જી કલરફુલ ટોપ અને શોર્ટ્સમાં ટ્રેન્ડિંગ ગીત ‘હે લેડીઝ’ પર ઝૂમી રહી છે. બબીતાજી ડાન્સ સાથે ગ્લેમરસ એક્સપ્રેશન આપતી જોવા મળે છે. બબીતા જીના નવા ડાન્સ વિડીયોને થોડા જ સમયમાં લાખો વ્યુઝ મળી ચુક્યા છે.
બબીતા જી એકોનના ગીત ‘હે લેડીઝ’ પર ડાન્સ કરી રહી છે. તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં બબીતાનું પાત્ર ભજવનાર મુનમુન દત્તાને આ શોથી ઘણી ખ્યાતિ મળી છે. મુનમુન દત્તાના સોશિયલ મીડિયા પર લાખો ચાહકો છે. મુનમુન દત્તાના ચાહકો તેના આ વીડિયોના જોરદાર વખાણ કરી રહ્યા છે.
એક યુઝરે કમેન્ટ કરી કે બબીતા જી તમારા જેવું કોઈ નથી. મુનમુન દત્તા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. તે અવારનવાર ઈન્સ્ટાગ્રામ પર તેના લેટેસ્ટ વીડિયો અને ફોટો શેર કરતી રહે છે.
તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ઘણા વર્ષોથી દર્શકોનું મનોરંજન કરી રહી છે. ટીવી પર સૌથી લાંબી ચાલતી આ એકમાત્ર કોમેડી સિરિયલ છે. તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની સ્ટાર કાસ્ટ ઘર-ઘર ફેમસ થઈ ગઈ છે. મુનમુન દત્તાને પણ આ શોથી ઓળખ મળી છે.
મુનમુન દત્તાને બહુ ઓછા લોકો તેના નામથી બોલાવે છે. મોટાભાગના ચાહકો તેને બબીતા જી તરીકે બોલાવે છે. ચાહકોને મુનમુન દત્તાની ગ્લેમરસ સ્ટાઈલ ખૂબ ગમે છે. મુનમુન દત્તા જેટલી તારક મહેતામાં ગ્લેમરસ લાગે છે એટલી જ તે રિયલ લાઈફમાં પણ છે.