ચાન્સ મળતા જ બા બરખાની કરશે બેઈજ્જતી, આ અઠવાડિયુ અનુપમા શોમાં થશે ખુબ જ ડ્રામા.. - Tilak News
ચાન્સ મળતા જ બા બરખાની કરશે બેઈજ્જતી, આ અઠવાડિયુ અનુપમા શોમાં થશે ખુબ જ ડ્રામા..

ચાન્સ મળતા જ બા બરખાની કરશે બેઈજ્જતી, આ અઠવાડિયુ અનુપમા શોમાં થશે ખુબ જ ડ્રામા..

ટીવી સિરિયલ અનુપમામાં ફરી ખૂબ જ ડ્રામા થવાનો છે. કિંજલ સાથે થયેલ ઘટના પછી બધા ખૂબ ડરી ગયેલ છે. વનરાજનો ગુસ્સો જોઈને અનુપમા ડરી જશે પણ બધા પ્રયત્ન પછી તે કિંજલની ગોદ ભરાઈમાં પોતાના સસરાવાળાને બોલાવી શકશે. શાહ પરિવાર બધી તૈયારી કરી લે છે પણ બધાને એક જ બીક છે કે ગોદ ભરાઈમાં કોઈ મુશ્કેલી આવે નહીં. ત્યારે બાએ કસમ ખાધી છે કે તે અનુપમાના સાસરવાળા લોકો સાથે બદલો લઈને રહેશે. મતલબ આ અઠવાડિયે પણ અનુપમામાં ખૂબ જ ડ્રામા જોવા મળશે.

બાબુજી વિડીયો કોલ કરીને બરખા અને તેના પરિવારને કિંજલની ગોદ ભરાઈ માટે બોલાવે છે. અંકુશ તેમનું આમંત્રણ સ્વીકારે છે. આજે રાત્રે અનુપમામાં જોવા મળશે કે બરખા આ વાતને લઈને અંકુશ સાથે બોલચાલ કરશે અને શાહ હાઉસ ના જવા માટે વાત કરશે. ત્યારે વચ્ચે પડીને સારા તેને ખૂબ સંભળાવશે. આ દરમિયાન સારા અને બરખા વચ્ચે ઝઘડો થશે.

અંતમાં આદિક નિર્ણય કરશે કે તેમણે કોઈપણ પરિસ્થિતિમાં શાહ હાઉસ જવું પડશે કેમ કે તેઓ અનુજની સામે સારું લાગશે. બરખા પણ પોતાના ભાઈની વાત સાથે સહમત થશે. અનુપમામાં હવે બતાવવામાં આવશે કે ચાન્સ મળતા જ બરખાની બેઈજ્જતી કરશે. જ્યારે કપાડીયા પરિવાર શાહ હાઉસ પહોંચશે તો અનુપમા તેમને લેવા માટે બહાર જશે.

બા અનુપમાને રોકશે અને બોલશે કે કપાડીયા પરિવારનું સ્વાગત તે પોતે કરશે. આ પછી તેઓ બરખાને પોતાની સેન્ડલ બહાર કાઢવા માટે કહેશે. બરખાને આ વાતનો ગુસ્સે આવશે પણ વાતાવરણ ખરાબ ના થાય એટલે તે ચૂપચાપ બાની વાત માની લેશે. પણ પછી હજી વધુ બબાલ થશે કેમ કે બરખાની મુલાકાત રાખી દવે સાથે પહેલીવાર થશે.