અટલબ્રિજ પરથી કૂદીને મેડિકલના વિદ્યાર્થીએ કરી લીધો આપઘાત, મરતા પહેલા સોશિયલ મીડિયામાં પર મૂકી પોસ્ટ - Tilak News
અટલબ્રિજ પરથી કૂદીને મેડિકલના વિદ્યાર્થીએ કરી લીધો આપઘાત, મરતા પહેલા સોશિયલ મીડિયામાં પર મૂકી પોસ્ટ

અટલબ્રિજ પરથી કૂદીને મેડિકલના વિદ્યાર્થીએ કરી લીધો આપઘાત, મરતા પહેલા સોશિયલ મીડિયામાં પર મૂકી પોસ્ટ

ગુજરાત રાજ્યમાં આવેલા અમદાવાદ શહેરમાંથી વધુ એક આપઘાતનો કિસ્સો સામે આવ્યો છે. પારિતોષ મોદી નામના યુવકે અમદાવાદના અટલબ્રિજ પરથી નદીમાં કૂદી આપઘાત કર્યો હોવાની ઘટના સામે આવી છે. ઘટનાની જાણ પોલીસને થતા પોલસ અને ફાયરના જવાનો તરતજ ઘટના સ્થળે આવ્યા હતા અને 2 કલાકની લાંબી શોધખોળ બાદ યુવકનો મૃતદેહ મળ્યો હતો.

આ ઘટનાથી બ્રિજ પર ફરવા અને આઉટિંગ કરવા આવેલા લોકોની ચીસ નીકળી ગઈ હતી. પારિતોષ NHL મેડિકલ કોલેજમાં બીજા વર્ષમાં MBBSમાં અભ્યાસ કરે છે. પારિતોષે સોશિયલ મીડિયા એકાઉન્ટ પર આઝાદી જોઈએ છે તેવી પોસ્ટ મૂકી હતી. પોસ્ટ કર્યા બાદ થોડા કલાકોમાં જ પારિતોષે આ પગલું ભર્યું હતું. અટલબ્રિજ પર લગાવેલી ફ્રેમ પરથી યુવકે નદીમાં છલાંગ લગાવી આપઘાત કરી લેતાં સનસનાટી મચી ગઈ છે.

despite security and bouncers at atal bridge2 - Trishul News Gujarati ahmedabad, Atal Bridge, gujarat

સોશિયલ મીડિયામાં પર ફ્રીડમની પોસ્ટ મૂકીને 8 કલાક બાદ પારિતોષે સાબરમતી નદી પર આવેલા અટલ ઓવર બ્રિજ પરથી જિંદગીથી ફ્રીડમ મેળવી હતી. પારિતોષ કોનાથી અને ક્યાંથી ફ્રીડમ મેળવવા માગતો હતો એ અંગે હજુ કાઈ માહિતી મળી નથી. પારિતોષનો પરિવાર અને તેના મિત્રો પણ આઘાતમાં છે.

પારિતોષ ભણવામાં હોશિયાર હતો અને હંમેશા ખુશ રહેતો હતો. મળેલી માહિતી અનુસાર તેનો ક્યારેક કોઈની સાથે કોઈ ઝઘડો કે અણબનાવ બન્યો નહોતો. ફેકલ્ટી તરફથી પણ તેને ક્યારેય ટોર્ચર કે ઠપકો અપવામાં આવ્યો નહતો. પારિતોષ પ્રેમ પ્રકરણ જેવા મામાલથી પણ દૂર રહેતો હતો.

પારિતોષના મિત્રો સાથે વાત કરતા જાણવા મળ્યું કે તે ખૂબ જ ધ્યાનપૂર્વક અભ્યાસ કરતો હતો. તે કોલેજમાં, હોસ્ટેલમાં કે લાયબ્રેરીમાં હંમેશા વાંચતો જ જોવા મળતો હતો. હાલ પ્રેક્ટિકલ પરીક્ષા ચાલી રહી છે. પારીતોષે અભ્યાસના કારણે આપઘાત કર્યા હોવાની શક્યતા છે. પારિતોષનું આ પગલું માનવામાં આવી રહ્યું નથી.

despite security and bouncers at atal bridge4 - Trishul News Gujarati ahmedabad, Atal Bridge, gujarat

અટલબ્રિજ પરથી નદીમાં કૂદી આપઘાતનો આ પહેલો કિસ્સો સામે આવ્યો છે. મોતની છલાંગ માટે પારિતોષે અટલબ્રિજની જ કેમ પસંદગી કર્યો તે પણ તપાસનો વિષય બની ગયો છે. આ આપઘાત પછી અનેક સવાલો પણ ઊભા થઈ રહ્યા છે. જેમ કે, અટલબ્રિજ પર સિક્યોરિટી અને બાઉન્સર હોવા છતાં પારિતોષ બ્રિજ પર લગાવેલી ફ્રેમ પાસે કેવી રીતે પહોંચ્યો? ફ્રેમ પરથી દીમાં છલાંગ લગાવે એ પહેલાં તેને કેમ કોઈ બચાવી શક્યું નહીં? પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.