સ્ટાર પ્લસની સિરિયલ ‘અનુપમા’માં તસ્નીમ શેખે રાખી દવેની ભૂમિકા ભજવી છે.તસનીમ શોમાં સાડી પહેરેલી જોવા મળે છે, પરંતુ રિયલ લાઈફમાં તે એકદમ ગ્લેમરસ છે. અભિનેત્રીના ઇન્સ્ટાગ્રામ પર તેના ખૂબ જ આકર્ષક ફોટા ઉપલબ્ધ છે. તસ્નીમ ખૂબ જ સ્ટાઇલિશ અને સુંદર પણ છે. તે ઈન્સ્ટા પોસ્ટ દ્વારા ફેન્સને અપડેટ કરતી રહે છે.
તસ્નીમ શેખ ભલે વેસ્ટર્ન ડ્રેસ પહેરે કે એથનિક આઉટફિટ, દરેક આઉટફિટમાં સુંદર દેખાય છે. સીરિયલ ‘કુસુમ’માં જ્યોતિના રોલ માટે ફેન્સ તેને સારી રીતે જાણે છે. આ સિવાય તેણે ‘ક્યુકી સાસ ભી કભી બહુ થી’ માં મોહિની હર્ષ વિરાણીની ભૂમિકા ભજવી છે. તમને જણાવી દઈએ કે તે છેલ્લા 23 વર્ષથી ટીવી ઈન્ડસ્ટ્રીમાં સક્રિય છે.
તસ્નીમ શેખે અનુપમામાં રાખી દવેના રોલથી ચાહકોને પ્રભાવિત કર્યા છે. આ શોમાં તે કિંજલની માતાની ભૂમિકા નિભાવી રહી છે. જેના લગ્ન અનુપમાના મોટા પુત્ર પરિતોષ સાથે થયા છે. જ્યાં કિંજલ અનુપમાને દરેક પગલા પર સાથ આપે છે, તો બીજી તરફ રાખી તેના માટે નવી-નવી સમસ્યાઓ લઈને આવે છે. વનરાજ અને રાખીનું પણ શોમાં નથી બનતું.
તસ્નીમ શેખ વાસ્તવિક જીવનમાં ખૂબ જ બોલ્ડ છે. અભિનેત્રી પૂલના ફોટા શેર કરવામાં શરમાતી નથી. આ પૂલ ફોટોમાં તે ખૂબ જ આકર્ષક લાગી રહી છે. તેના ઈન્સ્ટાગ્રામ પર તેની ઘણી હોટ તસવીરો છે. તસ્નીમ બિકીનીમાં પણ ફેન્સ સાથે તસવીરો શેર કરતી રહે છે. અનુપમા શો પછી સોશિયલ મીડિયા પર તેની લોકપ્રિયતા અને ફોલોઅર્સ વધી ગયા છે.
તસ્નીમ શેખની રિયલ લાઈફ વિશે વાત કરીએ તો તેનો પતિ મર્ચન્ટ નેવીમાં છે, અને તેનું નામ સમીર નેરુરકર છે. સમીર અને તસનીમના લગ્ન 2006માં થયા હતા. આ દંપતીને ટિયા નામની પુત્રી છે. તસ્નીમ ઘણીવાર તેની પુત્રી અને પતિ સાથે સોશિયલ મીડિયા પર ઘણા ફોટા અને વીડિયો પોસ્ટ કરે છે.