પ્રખ્યાત અભિનેત્રી રૂપાલી ગાંગુલીની પ્રખ્યાત ટીવી સીરિયલ ‘અનુપમા’માં હવે દરેક એપિસોડમાં એવો મોડ આવી રહ્યો છે, જેથી દર્શકોને દરરોજ નવો મસાલો મળે. નિર્માતાઓએ ‘માલવિકા’ નામના વાવાઝોડાને એવી રીતે એન્ટ્રી આપી છે જેણે અનુજ-અનુપમાની લવસ્ટોરીમાં સ્પીડ બ્રેકર બનવાની સાથે સાથે શાહ હાઉસમાં પણ તોફાન મચવ્યું છે. આજે આવનારા એપિસોડમાં આપણે જોઈશું કે કેવી રીતે માલવિકા હવે આખી વાર્તા પર કબજો કરવા તૈયાર છે.
ગયા એપિસોડમાં તમે જોયું કે અનુજ અનુપમાના ઘરે તેને મનાવવા જાય છે. તે અનુપમાને તેના જીવનનું સૌથી મોટું રહસ્ય જણાવે છે. તે અનુપમાની બાહોમાં તૂટી જાય છે અને બાળકની જેમ રડે છે. પણ એટલામાં જ માલવિકા અને ગોપીના કાકા આવે છે.
આનાથી આગળ આજે આપણે જોઈશું કે અનુજ અને અનુપમાની વાતને કારણે આવેલી માલવિકા બંને વચ્ચેનો પ્રેમ અનુભવશે. તે અનુપમાને સીધો જ પૂછશે કે શું તે અનુજને પ્રેમ કરે છે? અનુપમા તેની વાત સાંભળીને ચોંકી જશે અને ચૂપ રહેશે. એ પછી માલવિકા અનુપમાને ચીડવશે અને કહેશે કે એ મજાક કરી રહી છે.
આગળ આપણે જોઈશું કે માલવિકા અનુપમાને અનુજના ઘરે જવાનું કહેશે. તે કહેશે કે બહેન મિત્રનું સ્થાન લઈ શકતી નથી. અનુપમા પણ જવા માટે સંમત થશે અને કહેશે કે બહેનની જગ્યા મિત્ર પણ ક્યારેય નહીં લઈ શકે. પણ જેવી અનુપમા અંદર તૈયાર થવા જાય છે, ત્યારે અહીં માલવિકા અનુજ સાથે ઝઘડશે કે ઘરની વાત બહારના લોકોને કેમ કહે છે.
બીજી તરફ શાહ હાઉસમાં બાપુજી ફરી એકવાર અનુપમા અને અનુજને લઈને ચિંતિત છે. તે વિચારશે કે અનુપમાએ અનુજ તરફ જે પગલું ભર્યું છે તે તેણે પાછું ના લેવું જોઈએ. બીજી તરફ કાવ્યા હવે વનરાજના પ્રેમ માટે ચિંતિત છે. વનરાજને ગુમાવવાના ડરથી તે ઊંઘી પણ ન શકી. તો વનરાજ શાંતિથી સૂતો જોવા મળશે. હવે આગામી એપિસોડ ખૂબ જ રસપ્રદ બનવાનો છે.