શહીદ સૈનિક મનીષ મહેતાના પાર્થિવ દેહને તેમના ગામમાં લાવવામાં આવતા જ હજારો લોકોએ તેમને શ્રદ્ધાંજલિ આપી હતી. સ્ટેટ ઓનર સ્ટેટ ઓનર સાથે તેમને અંતિમ વિદાય આપવામાં આવી હતી. આ દરમિયાન રાજકીય નેતાઓએ પણ શહીદ વીર સૈનિક મનીષ મહેતાને શ્રદ્ધાંજલિ આપી છે. આસામ બોર્ડર પર ફરજ બજાવતા મનીષ મહેતા પોતાના સાથી સૈનિકો સાથે રાજસ્થાન જઈ રહ્યા હતા ત્યારે અકસ્માત નડ્યો હતો. આ અકસ્માતમાં કુલ 5 સૈનિકોએ જીવ ગુમાવ્યો છે.
મૂળ અમરેલીના અમરાપુર ગામના વતની મનીષ મહેતા હાલ અમરેલીના હનુમાન રોડ પર રહેતા હતા. શહીદ સૈનિક મનીષ ભારતીય સેનામાં ફરજ બજાવતો હતો. તે ગયા મહિને ૧૬ ડિસેમ્બરે રજા બાદ આસામ પાછો ફર્યો હતો. મનીષ મહેતા જલ્પાઈ ગુડીથી લશ્કરી તાલીમ માટે રાજસ્થાન આવી રહ્યા હતા, ત્યારે એક અકસ્માતમાં તેમણે પોતાનો જીવ ગુમાવ્યો હતો. તેમને શ્રદ્ધાંજલિ આપવા માટે હજારો લોકો ઉમટી પડ્યા હતા.
શહીદ વીર મનીષ મહેતા રાજસ્થાનના પોખરણ સૈન્ય અભ્યાસ માટે 4000 જવાનો સાથે આસામ બોર્ડરથી આવી રહ્યા હતા, તેમના સાધનો પણ રેલવેમાં લાવવામાં આવી રહ્યા હતા. આ દરમિયાન મનીષ મહેતા તેમના સાથી જવાનો સાથે ટાંકીમાંથી પાણી લેવા માટે ગયા હતા, તે દરમિયાન રેલવે ટાંકીના હાઈ વોલ્ટેજ વાયરના સંપર્કમાં આવતા મનીષ મહેતા સહિત પાંચ જવાનોના મોત થયા હતા.
અમરેલીના શહીદ મનીષ મહેતા 16 વર્ષથી દેશની સેવા કરી રહ્યા છે, તેમણે સેનામાં સેવા દરમિયાન વિવિધ મોરચે કામ કર્યું છે. શહીદ જવાન નાનપણથી જ દેશની સેવા કરવાનું સપનું જોતો હતો. તેમના પરિવારમાં ત્રણ ભાઈ અને એક બહેન છે. દેશભક્ત મનીષ મહેતાની શહાદત પર લોકોની આંખો ભરાઈ આવી. આ દરમિયાન તેમને વંદે માતરમ અને ભારત માતા કી જયના નારા સાથે અંતિમ વિદાય આપવામાં આવી હતી.