એલચીનું સેવન છે આપણા સ્વાસ્થ્ય માટે સંજીવની જાણો તેના સેવનથી થતા ફાયદા - Tilak News
એલચીનું સેવન છે આપણા સ્વાસ્થ્ય માટે સંજીવની જાણો તેના સેવનથી થતા ફાયદા

એલચીનું સેવન છે આપણા સ્વાસ્થ્ય માટે સંજીવની જાણો તેના સેવનથી થતા ફાયદા

સામાન્ય રીતે એલચી દરેક ઘરમાં ઉપલબ્ધ હોય છે. એલચીના ઘણા બધા ઔષધીય ગુણો હોય છે. શિયાળાની ઋતુમાં એલચીનું સેવન કરવાથી સ્વાસ્થ્યને ઘણા બધા ફાયદા થાય છે. દરરોજ એક એલચીનું સેવન કરવાથી તમને ઘણી બધી બિમારીઓથી સુરક્ષા પ્રાપ્ત થાય છે.

આજે આર્ટીકલની માધ્યમથી અમે તમને ઇલાયચીનું સેવન કરવાથી આપણા સ્વાસ્થ્યને થતા ફાયદા વિશે જાણકારી આપવાના છીએ તથા દરરોજ બારેમાસ કાયમી નિયમિત રીતે સ્વસ્થ અને ફિટ તંદુરસ્ત રહેવા માટે નિયમિત રીતે એલચીનું સેવન કરવું જોઈએ.

એલચી એક માઉસ ફ્રેશનર તરીકે ઉપયોગમાં લેવાય છે. એલચી મોઢાની દુર્ગંધ દૂર કરે છે. ઘણા લોકોને મોઢામાં દુર્ગંધ આવવાની સમસ્યા હોય છે. મોઢાની દુર્ગંધ થી છુટકારો મેળવવા માટે બજારમાં ઘણા બધા mouth freshener મળતા હોય છે. તેનો ખાસ ફરક પડતો નથી.

પરંતુ આજે અમે તમને એલચીનો ઉપયોગ કરવાથી મોઢાની દુર્ગંધ દૂર થઈ છે. તે ફાયદા વિશે જાણકારી આપવાના છીએ. એલચીનો ઉપયોગ કરવાથી મોઢા માં રહેલી લાળ સ્વસ્થ થાય છે. મોઢામાં રહેલા બેક્ટેરિયા દૂર થાય છે. એટલા માટે એલચીનો એક માઉથ ફ્રેશનર તરીકે ઉપયોગ કરવામાં આવે છે.

હૃદય માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે. એલચીનું સેવન કરવાથી આપણા હૃદયમાં રક્તનું યોગ્ય પરિભ્રમણ થાય છે. તેમ જ હદયના કોઈ પણ દર્દીને દરરોજ એક એલચીનું સેવન કરવું જોઇએ. તેનાથી હૃદય નું યોગ્ય પણ કામ યોગ્ય રીતે થાય છે. તથા બ્લડ પ્રેશર નિયમિત અને નિયંત્રિત રહે છે.

પાચનતંત્રમાં જબરજસ્ત સુધારો કરે છે. જો કોઈપણ વ્યક્તિને પાચનતંત્રને લગતી તકલીફ હોય તો તે વ્યક્તિએ દરરોજ નિયમિત રીતે એલચીનું સેવન કરવું જોઇએ.  એલચીનું સેવન કરવાથી વ્યક્તિને પાચનતંત્રને લગતી કોઇ પણ સમસ્યામાં રાહત મળે છે.

જેમ કે કબજિયાત, પેટમાં દુઃખાવો, એસીડીટી, ગેસ વગેરે સમસ્યામાં રાહત મેળવવા માટે દરરોજ એક એલચીનું સેવન કરવું જોઈએ. પાચનતંત્રને મજબૂત બનાવવા માટે દરરોજ ભોજન ગ્રહણ કર્યા પછી મોઢામાં એક એલચી રાખવી જોઈએ અને ૨૦૦ ડગલાં ચાલવું જોઈએ.

એલચી ખાવાથી માનસિક તણાવ દૂર થાય છે. આજકાલના સમયમાં ઘણા લોકો માનસિક ટેન્શન માં રહેતા હોય છે. ટેન્શનના કારણે એલચીનું સેવન કરતા હોય છે. એલચી આવવાથી આપણા શરીરમાં તેમજ મોઢામાં હોર્મોન ઉત્પન્ન થાય છે.

આ હોર્મોન માણસના ટેન્શન દૂર કરવા તેમજ તણાવ દૂર કરવા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે.એલચી કોઈપણ ભારતીય પરિવારમાં જોવા મળતા સામાન્ય મસાલાઓ માંની એક છે. એલચીને ઘણી બધી સ્વાદિષ્ટ વાનગીઓ બનાવતી વખતે ઉપયોગ કરવામાં આવે છે.

તેનો એક માઉથ ફ્રેશનર તરીકે પણ ઉપયોગ કરવામાં આવે છે. તેમાં વિટામિન બી, પોટેશિયમ, વિટામિન કે જેવા અલગઅલગ તત્વો હોય છે. જે લાલ રક્ત કોશિકાઓ અને પોતાનું કામ યોગ્ય રીતે કરવામાં મદદ કરે છે.

તેમાં તાંબુ, આર્યન, જસત વગેરે ખનીજ તત્વો રહેલા હોય છે. તેનું સેવન કરવાથી એનિમિયા જેવા ગંભીર રોગ થતા નથી.  જો કોઇ વ્યક્તિને એનિમિયા થયો હોય તો તેમને નિયમિત રીતે એલચીનું સેવન કરવું જોઇએ. આમ કરવાથી રક્તની ઉણપ રહેતી નથી.

એલચી નો ઉપયોગ ભોજન ગ્રહણ કર્યા બાદ માઉથ ફ્રેશનર તરીકે થાય છે. પરંતુ શું તમે ક્યારેય એવું વિચાર્યું છે. કે એલચીનો શા માટે માઉથ ફ્રેશનર તરીકે ઉપયોગ કરવામાં આવે છે.  આયુર્વેદની દ્રષ્ટિએ જોવા જઇએ તો હજી એક કુદરતી વાયુ નાશક છે.

એલચીનો ઉપયોગ કરવાથી પેટમાં થતા સોજા, પેટ ના દુખાવા, ગેસ એસિડિટી વગેરે પેટના રોગોમાં ખૂબ જ રાહત મળે છે. પેટમાં ઉત્પન્ન થતો ગેસ તથા ચીકણા પદાર્થને શાંત કરે છે. તેનાથી એસીડીટી અને પેટમાં ગેસ જેવા રોગો થતાં નથી.

જો કોઇ વ્યક્તિની શિયાળામાં ગળામાં દુખાવો રહેતો હોય શરદી ઉધરસની સમસ્યા હોય તો તે વ્યક્તિએ ગળામાં એક એલચી રાખવી જોઈએ. આમ કરવાથી ગળામાં દુખાવો દૂર થાય છે.