આત્મહત્યા કરવા જતા વ્યક્તિનો એક ડિલીવરી બોયે બચાવ્યો આ રીતે જીવ - Tilak News
આત્મહત્યા કરવા જતા વ્યક્તિનો એક ડિલીવરી બોયે બચાવ્યો આ રીતે જીવ

આત્મહત્યા કરવા જતા વ્યક્તિનો એક ડિલીવરી બોયે બચાવ્યો આ રીતે જીવ

ચીનમાં ફૂડ ડિલિવરી એક્ઝિક્યુટિવે આત્મહત્યા કરવા જઈ રહેલા એક વ્યક્તિનો જીવ બચાવ્યો છે. આ પછી આ ડિલિવરી બોય સોશિયલ મીડિયા પર હીરો બની ગયો છે. ઘટના હેનાન પ્રાંતની છે.

વાત જાણે એમ છે કે ગ્રાહકે આ છેલ્લા ભોજન સાથે એક નોટ લખી હતી. જે વાંચીને ડિલિવરી બોયએ પોલીસને જાણ કરી હતી. પોલીસે ઘટના સ્થળે પહોંચી યુવકનો જીવ બચાવ્યો હતો. જે પછી ડિલિવરી બોય હીરો બની ગયો છે.

ગ્લોબલ ટાઈમ્સના રિપોર્ટ અનુસાર આત્મહત્યા કરવા જઈ રહેલા વ્યક્તિએ પોતાના ફૂડ ઓર્ડરની સાથે એક નોટ પણ લખી હતી. માણસે તેના ફૂડ ઓર્ડર સાથે લખ્યું કે, મારા જીવનનું છેલ્લું ભોજન.

જ્યારે ડિલિવરી બોય જમવાનું લઈને ગ્રાહકના ઘરે પહોંચ્યો ત્યારે તેણે વ્યક્તિના ઘરની ડોરબેલ વગાડી. જ્યારે તેને લાંબા સમય સુધી કોઈ જવાબ ન મળ્યો, ત્યારે તેને શંકા ગઈ કે કંઈક ખોટું છે. જે બાદ તેણે પોલીસને જાણ કરી હતી.

સૂચના મળતાં જ પોલીસ અને ફાયર બ્રિગેડ ઘટનાસ્થળે પહોંચી અને વ્યક્તિને દરવાજો ખોલવાનું કહ્યું. જેને ગ્રાહકે સ્વીકારવાની ના પાડી અને બારીમાંથી કૂદી જવાની ધમકી આપી હતી. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે પોલીસે તેને શાંત કરવાનો પ્રયાસ કર્યો ત્યારે ફાયર ફાઈટર શાંતિથી રૂમમાં પ્રવેશ્યા અને તેને બચાવ્યો.

તમને જણાવી દઈએ કે તે વ્યક્તિએ મોટી સંખ્યામાં ઊંઘની ગોળીઓ ખાધી હતી. જેના કારણે વ્યક્તિ હોશ ગુમાવવા લાગ્યો હતો. એપાર્ટમેન્ટમાં પ્રવેશેલા બચાવકર્મીઓએ માણસને જોખમમાંથી બહાર કાઢ્યો

માણસને હોસ્પિટલમાં લઈ ગયા પછી, પોલીસે વ્યક્તિના માતા-પિતાનો સંપર્ક કર્યો અને તેમને ઘટના વિશે જાણ કરી. AsiaOne, સ્થાનિક અહેવાલોને ટાંકીને જણાવ્યું હતું કે તેણે રિલેશનશિપમાં નિષ્ફળતા અને નિષ્ફળ રોકાણોનો સામનો કર્યા પછી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો.

આત્મહત્યાનો પ્રયાસ કરનાર વ્યક્તિ વિશે સમયસર માહિતી આપવા બદલ પોલીસે તેમનો આભાર માન્યો છે. આ પહેલીવાર નથી કે જ્યારે કોઈ ડિલિવરી બોયે કોઈનો જીવ બચાવ્યો હોય. તાજેતરમાં એમેઝોનના એક ડિલિવરી બોયએ એક બાળકીનો કૂતરાથી જીવ બચાવ્યો હતો.