આઠ બાળકોની માતા ૨૮ વર્ષે ફરી છે પ્રેગનેટ કહ્યું કે મારા પતિની ઇચ્છા હજી સંતોષાઇ નથી - Tilak News
આઠ બાળકોની માતા ૨૮ વર્ષે ફરી છે પ્રેગનેટ કહ્યું કે મારા પતિની ઇચ્છા હજી સંતોષાઇ નથી

આઠ બાળકોની માતા ૨૮ વર્ષે ફરી છે પ્રેગનેટ કહ્યું કે મારા પતિની ઇચ્છા હજી સંતોષાઇ નથી

બાળકો બધાને પ્રિય હોય છે. લગ્ન પછીથી જ પતિ-પત્ની બેબી પ્લાન કરવાનું શરૂ કરે છે. પરંતુ આજના યુગમાં મોટાભાગના લોકો એક કે બે બાળકોની ઈચ્છા રાખે છે. પરંતુ ટેક્સાસના ડલ્લાસમાં રહેતા યાલાન્સિયા અને તેના પતિ સાથે આવું નથી. યાલાન્સિયાએ અત્યાર સુધીમાં 8 બાળકોને જન્મ આપ્યો છે, અને તે 9મા બાળક સાથે પ્રેગ્નેન્ટ છે. આશ્ચર્યની વાત એ છે કે તેમના તમામ આઠ બાળકો છોકરાઓ છે અને તેમના ગર્ભમાં રહેલું બાળક પણ છોકરો છે.

 

યાલાન્સિયા ઘરેથી પોતાનો બિઝનેસ ચલાવે છે. યાલાન્સિયા અને તેના 36 વર્ષીય પતિ માઇકલ તાજેતરમાં જાહેરાત કરી હતી કે તેઓ તેમના નવમા બાળકની અપેક્ષા રાખી રહ્યા છે. ઘણા લોકોએ અનુમાન લગાવ્યું હતું કે આ વખતે તેને દીકરી થશે. પરંતુ આવું થયું નહીં, જેન્ડર તપાસમાં સામે આવ્યું છે કે યાલાન્સિયા ફરીથી એક છોકરાને જન્મ આપવા જઈ રહી છે.

યાલાન્સિયાના ખુલાસાનો જવાબ આપતા, તેના ફોલોઅર્સમાંથી એકે કહ્યું, ‘ઓએમજી 10 બોયઝ! મેં ખરેખર વિચાર્યું હતું કે તે છોકરી હશે. બીજાએ લખ્યું. ‘વાહ! કેવો અદ્ભુત આશીર્વાદ! અભિનંદન! માત્ર છોકરાઓની માતા બનવું કેવું લાગે છે?’ યાલાન્સિયાએ જવાબ આપ્યો. ‘આભાર.. તે મારા માટે ખૂબ સરસ છે. એવું લાગે છે કે મારે લોટ્ટો રમવાની જરૂર છે, તે અદ્ભુત છે!’

ટિકટોક પરની તાજેતરની ક્લિપમાં, યાલાન્સિયાએ ખુલાસો કર્યો કે માઈકલ કુલ 10 થી 12 બાળકો ઈચ્છે છે. પરંતુ અન્ય એક વીડિયોમાં પ્રેગ્નન્ટ યાલાન્સિયાએ કહ્યું કે તેણે આખી રાત બાળકો સાથે જાગવું પડે છે. તેણે તેના પતિને લઈને મદદ ન કરવાની વાત પણ કરી હતી.