ગુજરાત રાજ્યના અમદાવાદ શહેર માંથી એક ચોકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા એક મહિલા આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આ આરોપી મહિલા વિધવા સહાય અપાવવાના બહાને મહિલાઓ પાસેથી સોનાના દાગીના પડાવી લેતી હતી. આ આરોપી મહિલા અગાઉ પણ આ જ મોડેસ ઓપરડી થી અનેક ગુનાઓને અંજામ આપી ચુકી છે.
પકડાયેલ આરોપીનું નામ સૈયદાબીબી ઉર્ફે સલમા પઠાણ છે, જે મૂળ આણંદની રહેવાસી છે. આ મહિલા આરોપીને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે પકડી છે. તાજેતરમાં જ સૈયદાબીબી એ અમદાવાદમાં સાબરમતી વિસ્તાર અને કારંજ પોલીસ સ્ટેશનમાં વિધવા મહિલાઓને પોતાના શિકાર બનાવીને દાગીના પડાવી લીધા હતા. ત્યારે ભુજમાં પણ આ જ મોડેશ ઓપરેન્ડી થી એક વિધવા મહિલાને ભોગ બનાવી હોવાની ફરિયાદ ભુજ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં સૈયદાબીબી વિરુદ્ધ નોંધાઈ હતી.
ક્રાઈમ બ્રાન્ચની ટીમને ચોક્કસ માહિતી મળી હતી કે સૈયદાબીબી પઠાણ આણંદના ઉમરેઠમા રહે છે. જે હકીકત આધારે પોલીસે ઉમરેઠના દાગજીપુરા ગામમાંથી તેની ધરપકડ કરી હતી. પકડાયેલ આરોપી મહિલાની પૂછપરછ કરતા તેને કબૂલ્યું હતું કે અમદાવાદના ભદ્રકાળી માતા મંદિર પાસે પણ એક વિધવા મહિલાને સહાય અપાવવાની બાને તેના દાગીના ઉતરાવી લીધા હતા.
સૈયદાબીબી ની મોડેસ ઓપરેન્ડીની વાત કરીએ તો આ મહિલા આરોપી કોઈપણ વિધવા મહિલાને સહાય અપાવવાના બહાને અન્ય જિલ્લામાં હોટલમાં કે ઘરમાં બેસાડીને અધિકારી ઇન્સ્પેક્શન માં આવશે ત્યારે ગરીબ હોવાનું દેખાડવાના બહાને ફરિયાદીના દાગીના ઉતરાવી સાચવવાના બહાને દાગીના લઈ ફરાર થઈ જતી. એટલું જ નહીં પોલીસે ગુનાહિત ઇતિહાસ ચકાસતા અત્યાર સુધીમાં ગુજરાતના અનેક જિલ્લાઓમાં 25 થી પણ વધુ ગુનાઓ તેના વિરુદ્ધ નોંધાયેલા છે. અને ત્રણ વખત સજા પણ ભોગવી ચુકયાનું સામે આવ્યું છે.