જાણવા જેવું

આજકાલ ફક્ત લોકો હજાર કિલોમીટર ચાલેલી ગાડી કેમ વેચી રહ્યા છે એ પણ નવી ગાડી ની કિંમત કરતાં વધારે કિંમત મેળવી રહ્યા છે.. .. જાણો પૈસા કમાવવાની આ નવી ટેકનીક..

Published by
મેઘના

આજકાલ દરેક વ્યક્તિ નવી કાર લેવાનું સ્વપન હોય છે.  નવી ગાડી લીધા પછી દર ત્રણ કે ચાર મહિનામાં તેને વેચી દેવા કરનારા લોકોની સંખ્યા દરરોજ વધતી જાય છે. તેની પાછળનું કારણ પણ ગજબનો છે. છેલ્લા કેટલાક સમયથી અચાનક જ નવી લોન્ચ થયેલી અમુક કાર ખરીદવા માટે આશરે સાત મહિના સુધીનું વેઇટિંગ ચાલી રહ્યું છે.

તે ઉપરાંત બીજી તરફ નવીનક્કોર કાર ખરીદી લીધા પછી ફક્ત બે ત્રણ મહિના તેમને ચલાવી અને તેમને વેચવા કાઢનાર લોકોની સંખ્યા પણ દિવસે ને દિવસે વધી રહી છે. જો તમે એવું માનતા હો કે નવી ગાડી ના હપ્તા ભરવાના પૈસા નહીં હોય અને બીજા કોઈપણ ખર્ચા નહીં પોસાતા હોય અને તેના કારણે આવા લોકો દરરોજ નવી ગાડી લઇ અને વેચી રહ્યા હશે.

તો તમારી માન્યતા ખોટી છે. હાલના દિવસમાં બજારમાં કંઇક અલગ પ્રકારનો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. તે લોકો પોતાની નવી નવી ગાડી સેકન્ડહેન્ડ માર્કેટમાં અને પહેલાં ના કરતાં પણ ખૂબ જ વધારે કમાણી કરી રહ્યા છે. આજે અમે તમને એવા એક વ્યક્તિ વિશે જાણકારી આપવાના છીએ કે જે અમદાવાદમાંથી પ્રોફેશનલ તરીકે કામ કરે છે.

સંજયભાઈ દ્વારા આ નવેમ્બર ૨૦૨૦ માં કીયા સોનેટ ડીએક્સ પેટ્રોલ ખરીદવામાં આવી હતી અને તેમની કાર હજુ ૨૫૦૦ કિલોમીટર ચાલી નથી. પરંતુ હાલમાં તેમણે પોતાની કાર સેકન્ડ માર્કેટમાં વેચવા કાઢી છે. સંજય ભાઈ ની કાર પોતાની ૨૫૦૦ કિલોમીટર પૂરી કરી નથી પરંતુ આ ગાડી નવી કિંમત છે બાર લાખ રૂપિયા.

પરંતુ તેમણે નવાઈની વાત એ છે કે નવી ગાડી ની કિંમત જેટલી જ એટલે કે બાર લાખ રૂપિયામાં જુની ગાડી વેચવા કાઢી છે અને તેમને એટલા પૈસા મળી રહે તેવો તેમનો આત્મવિશ્વાસ છે. તે ઉપરાંત દિલ્હીમાં બિઝનેસ કરતા પાલભાઈ એ પણ પોતાની નવી મહિન્દ્રા થાર માટે પણ ગ્રાહકો મળ્યા છે.

આ ગાડી તેમણે ફક્ત ૭૦૦ કિલોમીટર ચલાવી છે.  આ ગાડી માટે તેમણે 16 લાખ રૂપિયા જેટલી મોટી રકમ ચૂકવી છે. પરંતુ તેમની પાસે થારનો જે મોડેલ છે. તેમની કિંમત આશરે ૧૫.૬૫ લાખ રૂપિયા છે. પરંતુ સંજય ભાઈ ની જેમ હરપાલ ભાઇ એ પણ પોતાની કારને સેકન્ડ હેન્ડ માર્કેટમાં વેચવા માટે બહાર કાઢી છે.

તેમણે મહિન્દ્રા થાર લેવા માટે નવી ગાડી ની કિંમત કરતાં પણ વધારે૧૭ લાખ કિંમત રાખી છે.  તેમને કાર લેવા માટે પણ ઇન્ક્વાયરી પણ આવી રહી છે અને ફોન પણ આવી રહ્યા છે.

એવું કહેવામાં આવે છે કે ગાડી જ્યારે શો રૂમની બહાર નીકળે છે. ત્યારે તેમની કિંમતમાં ૧૦ ટકા ઘટાડો થઈ જતો હોય છે. પરંતુ હાલના સમયમાં કારણે ફક્ત બે ત્રણ ચલાવ્યા પછી તેમની ઓન રોડ કરતાં પણ તેમની વધારે કિંમતે વેચવામાં આવી રહી છે.  તેમને ખરીદનારાઓ પણ મળી રહ્યા છે.

આમ થવાનું કારણ જાણીને તમને આશ્ચર્ય થશે આ ગાડીઓ માટે હાલ ચાલી રહેલુ મહિનાઓનું વેટિંગ જેમને હાલના સમયમાં તરત જ કાર ખરીદવી છે. તે ચાર છ મહિના સુધી રાહ જોવાને બદલે અમુક હજાર રૂપિયા વધારે આપી અને થોડી ચાલેલી સેકન્ડહેન્ડ કાર મળી જતી હોય તો તેને ખરીદવા માટે તૈયાર હોય છે.

છેલ્લા કેટલાક વર્ષોથી કંપનીઓના સમય ખૂબ જ વધારે કપરો રહ્યો હતો અને વેઇટિંગ તો કોરોના સમયથી તેઓ પોતાનું પ્રોડક્શન ઘટાડી નાખ્યું હતું અને હકીકતમાં હાલની સ્થિતિ જોવા જઈએ તો પહેલા એવી હતી કે ડિસ્કાઉન્ટ આપવા છતાં પણ ગાડીઓ વેચાતી ન હતી.

પરંતુ કોરોના નો સમયગાળો પૂર્ણ થતાં કોરોના નીયન્ત્ર્ણ ખુલ્યા બાદમાં લોન્ચ થયેલી આ કારણે ફક્ત ચાર દિવસમાં જ ૧૫૦૦૦ જેટલી કારનું બુકિંગ થઇ ગયું છે.  જો કોઈપણ વ્યક્તિને મહિન્દ્રા નવી થાર ખરીદી હોય તો આશરે બારેક મહિના જેટલું વેઇટિંગ લિસ્ટ ચાલી રહ્યું છે.

એટલા માટે ખાસ કરીને મોટા શહેરોમાં વેઇટિંગ લિસ્ટ જોવા જઈએ તો લાંબો છે.તે અલગ રાજ્યોમાં અલગ-અલગ લોકેશન પ્રમાણે હોઈ શકે છે. તે ઉપરાંત હ્ય્ન્ડાઈ ની ક્રેટા ના નવા મોડલ માટે પણ આશરે નવ મહિના જેટલું વેઇટિંગ લિસ્ટ ચાલી રહ્યું છે.

તે ઉપરાંત ભારત hyundai ની નવી creta ના નવા મોડલ માટે જો તમારે ખરેખર લેવું હોય તો તેમને નવ મહિના જેટલી રાહ જોવી પડશે. તે ઉપરાંત જેમ લક્ઝરી કારમાં સમાવેશ થાય છે. તેવી નિશાનની મેગ્નેટ કાર માટે પણ આશરે આઠ મહિના નું વેઇટિંગ ચાલી રહ્યું છે.

તે ઉપરાંત કિયાની સોનેટ નવી કાર પ્રાપ્ત કરવા માટે તમારે સાત મહિના જેટલું વેઇટિંગ ચાલી રહ્યું છે. તે ઉપરાંત ટાટાની સફારી કાર ખરીદવા માટે તમારે છ મહિનાનું વેઇટિંગ ચાલી રહ્યું છે. આમ તમારે નવી કાર ખરીદવા માટે જોકે સાત મહિના નવી કાર નું વેટિંગ કરવાને બદલે આજકાલ દરેક લોકો પોતાના નવી કાર ના કરતા ૫૦ કે ૬૦ હજાર રૂપિયા વધારે આપી અને તરત જ નવી કાર ખરીદવા માટે લોકો ઉમટી પડ્યા છે. એટલા માટે આજકાલ દરેક લોકો ફક્ત પોતાની સાચો કે 800 કિલોમીટર ચાલી ગાડી પણ વેચી રહ્યા છે.

મેઘના

Recent Posts

જયા કિશોરી સાથે લગ્ન કરશે બાગેશ્વર મહારાજ? ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ પોતે કહ્યું સત્ય, કહ્યું- આ બિલકુલ…

શું છતરપુરના બાગેશ્વર ધામના પીઠાધીશ્વર પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી ખરેખર જયા કિશોરી સાથે લગ્ન કરવા…

4 months ago

હોમવર્ક ન કરવા બદલ ઠપકો આપતા, જન્મ આપનારી માતાને જ પોતાના દીકરાએ માથા પર દસ્તો મારીને મારી નાખી

હાલમાં કોઈ માતા પિતા તેના બાળકને કઈ કહી શકાતું નથી. માતા-પિતા બાળકના સારા માટે જ…

4 months ago

આણંદમાં સરકારી સહાયના નામે વિધવા મહિલાઓ સાથે છેતરપિંડી કરતી મહિલા ઝડપાઈ

ગુજરાત રાજ્યના અમદાવાદ શહેર માંથી એક ચોકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા…

4 months ago

શોમાં વાપસી કરી રહી છે દિશા વાકાણી? ‘બાઘા’ સાથે ‘દયાબેન’નો ફોટો થયો વાયરલ, ચાહકો ખુશ

SAB ટીવીનો લોકપ્રિય કોમેડી શો 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' છેલ્લા 14 વર્ષથી તેના દર્શકોને…

4 months ago

રાહુલ ક્યારે લગ્ન કરશે, પહેલી નોકરીમાં તેને કેટલો પગાર મળ્યો?કોંગ્રેસ નેતાએ દરેક સવાલોના જવાબ આપ્યા

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને પાર્ટીના નેતા રાહુલ ગાંધી આ દિવસોમાં ભારત જોડો યાત્રામાં વ્યસ્ત છે…

4 months ago

તમિલનાડુમાં દુ:ખદ અકસ્માત, મંદિરના ઉત્સવ દરમિયાન ક્રેન પડી, 4ના મોત, 9 ઘાયલ

તમિલનાડુના અરક્કોનમમાં રવિવારે રાત્રે મંદિરના ઉત્સવ દરમિયાન ક્રેન તૂટી પડતાં ઓછામાં ઓછા ચાર લોકોના મોત…

4 months ago