દરેક વ્યક્તિના મનમાં ગુજરાતીના મનમાં વેફર નું નામ આવે એટલે કે બાલાજીની વેફર યાદ આવી જતી હોય છે. નમકીનની દુનિયામાં એનું નામ એટલે કે રાજકોટની બાલાજી વેફર નો સ્વાદ દરેક વ્યક્તિના દાઢે ચડી ગયો છે. બાલાજી વેફર એ પેપ્સીકો ની વિદેશી કંપનીઓને હંફાવી નાખે છે.
બાલાજી વેફર ના માલિક એટલે કે તેમના મહેનતુ માલિક ચંદુભાઈ વેરાણી આજે તેમની મહેનત થકી ૨૦,૦૦૦ કરોડ ઉપરનું સામ્રાજ્ય ઊભું કર્યું છે. તે આજના સમયમાં ખૂબ જ વધારે ધનવાન હોવા છતાં ચંદુભાઈ પોતાના પરિવાર સાથે અને જમીન સાથે જોડાયેલા વ્યક્તિ છે.
આજે પણ તે પોતાના જૂના મિત્રો સાથે સમય પસાર કરે છે. લગ્ન પ્રસંગમાં હાજરી આપી અને દરેક વ્યક્તિ સાથે ગરબે ઘૂમે છે. અને પરિવારના લોકોને પોતે જાતે વેફર બનાવી અને ખવડાવે છે. આજે અમે તમને ચંદુભાઈ વિરાણી ના અને રહસ્યમય સફર વિશે જાણકારી આપવાના છીએ
ખરેખર તે એક મળવા લાયક માણસ છે કે હાલના સમયમાં નમકીનની દુનિયામાં ઇન્ટરનેશનલ અને નેશનલ કંપનીઓ ખૂબ જ વધારે છે. એમાં ગુજરાતની બાલાજી વેફર્સ એ પોતાનો એક અલગ સ્થાન બનાવ્યું છે. બાલાજી વેફર લેવા માટે દેશ-વિદેશની અલગ અલગ કંપનીઓ પડાપડી કરી રહી છે.
પરંતુ બાલાજી વેફર ના માલિક ચંદુભાઈ વિરાણી ટસના મસ ન થતા નથી બાલાજી વેફર ની શરૂઆત અત્યંત નાના પાયે થઈ હતી અને આ વેપારમાં ભગવાન બાલાજીનું આજના સમયમાં કોઇ પર્યાય નથી અને તેમનો ૨૦,૦૦૦ કરોડ કરતાં પણ વધારે છે.
ચંદુભાઈ વિરાણી પોતે ખૂબ જ મોટા ઉદ્યોગપતિ હોવા છતાં પણ તેમના પગ આજે પણ તેમને ધરતી પર રાખ્યા છે. ચંદુભાઈ નું માનીએ તો તેમણે નાનપણમાં પોતાના મિત્રો સાથે નદીએ નાવા જતા હતા તે તેમના માટે ખૂબ જ આનંદની ક્ષણો છે. અને તે ઝાડ ઉપર ચડી અને રમતો રમતા હતા અને તેવા દોસ્તો આજે પણ તેમના સંપર્કમાં છે.
આ એ દોસ્તો જ્યારે પણ રાજકોટ આવે છે. ત્યારે ચંદુભાઈને મળ્યા વગર જતા નથી અને ચંદુભાઈ પણ તેમને નાના-મોટા પ્રસંગોમાં અચૂક હાજરી આપે છે. એટલું જ નહીં તેમના પ્રસંગમાં પરિવારના સભ્યની જેમ રાસ ગરબા અને દરેક પ્રસંગમાં સામેલ થાય છે.
ગામડામાં જે રીતે કાઠિયાવાડી રાસ રમતા હોય તે રીતે ગુજરાતના સૌથી મોટા ઉદ્યોગપતિ ને રાસ રમતા જોઈ અને દરેક વ્યક્તિને નવાઈ લાગતી હોય છે. તે ઉપરાંત તેમનો ટ્રેડિશનલ શોખ એટલે કે ગરબા છે. બાકી તો તેમને કોઈ બીજો શોખ નથી
આજે અમે તમને ચંદુભાઈ વિરાણી વિશે જાણકારી આપવાના છીએ તે એકદમ સરળ રીતે પોતાનું જીવન પસાર કરવા માંગે છે. કે ચંદુભાઈ એવું કહે છે કે પરિવાર અને મિત્રો સાથે હોય તો દુનિયામાં કોઈ પણ વસ્તુની જરૂર પડતી નથી એટલા માટે મિત્રો હોય છે. અને પૈસા આવ્યા હોય ત્યારે હું એમને તરત જ છોડી દઉં એટલે યોગ્ય નથી
તેઓ મને ફોન કરે એટલે હું પણ તેમને ફોન કરું અને સતત સંપર્કમાં રહું છું અને ખૂબ ઓછા લોકો જાણતા હશે કે તેમણે એક સમયે એસ્ટ્રોન ટોકીઝ માં કેન્ટીનમાં કામ કર્યું હતું અને ચંદુભાઈ પોતાનો ભૂતકાળ ભૂલ્યા નથી અને સામાન્ય લોકો સાથે સામાન્ય વ્યક્તિની જેમ જ સરળ રીતે વર્તન કરે છે.
તેઓ પોતાના ભુતકાળને હંમેશા યાદ રાખે છે. કે તેમને પોતાના ભૂતકાળમાં એસ્ટ્રોન ચોક માં નોકરી કરી હતી અને તે સમયે તેમની સાથે નોકરી કરતા હતા અને તેમણે ચંદુભાઈ ઠક્કર ની રેકડી ઉપર પણ કામ કર્યું હતું અને આજે પણ તે બંને વ્યક્તિ સાથે તેમને ઘર જેવા સંબંધો છે.
વિજય ભાઈને આ કપડા ની દુકાન છે. અને ચંદુભાઈ સેન્ડવીચ ની દુકાન ચલાવે છે. ત્યાર પછી તેઓ ઓફિસની કેન્ટીનમાં જોડાયા હતા ત્યાર પછી તેમણે 1982માં બહારથી લાવવી અને બાલાજી કેન્ટીન માં રહેતા હતા ત્યાર પછી ૧૯૮૩માં તેમણે પોતે જ ઘરે વેફર બનાવવાની શરૂઆત કરી હતી
પહેલા આવી રીતે કોઈપણ વ્યક્તિ વેફર ખાતું નતું અને વિચારતા હતા કે આવે ત્યારે બનેલી હશે અને ક્યારેય થયેલી હશે? તે સમયે રાજકોટમાં ખૂબ જ પ્રખ્યાત ગોરધનભાઈ વેફર નો તાવડો જમાવતા હતા અને તેમણે તાજી વેફર કરી અને વહેચતા હતા.
તેમનું વેચાણ શરૂ થયું હતું અને આજુ બાજુની દુકાનમાં ચંદુભાઇએ પોતાની વેફર સપ્લાય કરી હતી અને સમગ્ર શહેરમાં પોતે પોતાની વેફર વેચવા લાગ્યા હતા અને ધીમેધીમે વેચાણ વધતા તેમણે ઘરેથી સપ્લાય કરવાનું પહોંચી શકે એટલું શક્ય ન હતું ત્યાર પછી તેમણે 1989માં જીઆઇડીસીમાં એક ભાડાની જગ્યા રાખી અને બેંક ઉપર લોન લઈ અને અને વર્ષ 1989માં તેમણે જીઆઇડીસીમાં કારખાનું ચાલુ કર્યું હતું
વર્ષ 1992માં તેમણે ઓટોમેટિક પ્લાન્ટ બનાવ્યો હતો અને સમય પ્રમાણે તેમના ભાઈઓ અને તેમના સંતાનો નવી નવી ટેકનોલોજીની મદદથી માર્કેટિંગ સ્ટ્રેટેજી બનાવી અને વેપાર ધંધામાં આગળ વધી રહ્યા છે. બાલાજી પરિવાર સાથે આશરે દસ હજાર કર્મચારીઓ જોડાયેલા છે.
પરંતુ ચંદુભાઈ માટે હાલના સમયમાં તેઓ કર્મચારી નથી પરંતુ તેમના પરિવાર સમાન છે. તેમની પહેલેથી જ નીતિ એવી રહી છે કે સ્ટાફ કોઈને પણ ક્યારેય પણ કોઈ પણ વસ્તુ માગવા આવું ન પડે એવી વસ્તુ છે. પહેલાથી જ આપી દેશે
તેઓ માને છે કે કર્મચારીને માગવા આવું પડે તો તેમના માલિકને ઉણપ ગણાય છે. કર્મચારીઓ અને તેઓ પોતાના કમાઉ દીકરા માને છે. અને બાલાજી વેફર્સ સ્ત્રી સશક્તિકરણની એક સંપૂર્ણ શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડ્યું છે. અને તેમની કંપનીમાં રસ્તા લગભગ 80 ટકા જેટલી મહિલાઓ છે.
ચંદુભાઈ વિરાણી જણાવે છે કે પુરુષોની સરખામણીમાં મહિલાઓમાં કામ કરવામાં એકાગ્રતા વધારે હોય છે. તેમ જ આપણી સંસ્કૃતિમાં મહિલાઓ ને રસોઈની રાણી તરીકે ઓળખવામાં આવે છે. એટલા માટે અહીંયા મોટાભાગના સ્ટાફમાં ૮૦ ટકા મહિલાઓ કામ કરવા આવે છે.
એક સમયે બાલાજી વેફર ખરીદવા માટે વિશ્વની સૌથી મોટી કંપની પેપ્સીકો ખૂબ જ વધારે ઈચ્છા ધરાવતી હતી અને બરાક ઓબામા જ્યારે અમેરિકાના રાષ્ટ્રપતિ હતા ત્યારે તેઓ ભારત આવ્યા હતા ત્યારે તેમને પેપ્સિકો કંપની ના ચેરપર્સન એ પણ ભારત આવ્યા હતા
તેમને ચંદુભાઈને પોતાની સાથે મુલાકાત કરવા માટે બોલાવ્યા હતા પરંતુ ચંદુભાઈ પોતાના સ્વમાન ખાતર મુલાકાત માટે ગયાં ન હતા. ચંદુભાઈ હાલ સમયમાં પણ માર્કેટિંગ માં રસ ધરાવતા નથી તેમને માર્કેટિંગ અને સેલ્સ શબ્દો બોલવાની પણ મનાય છે.
એટલા માટે પણ આજે ચંદુભાઈને કોઈપણ પ્રકારના માર્કેટિંગ ની જરૂર નથી અને તેઓ પોતાની પ્રોડક્ટનું માર્કેટિંગ કરવામાં માનતા નથી અને જે માગમાં વધારો થાય છે. તેમ પ્રોડક્શનમાં વધારો કરતાં જાય છે. અને હાલના સમયમાં તેમને માંગુ રીતે ઉભી કરવાના પ્રયત્ન કરતા નથી
તેમને માર્કેટિંગ ટીમને ફક્ત એટલું કરવાનું હોય છે. કે તેમને ડીલરને સમયસર માલ પહોંચાડી દેવાનો હોય છે. અને તેમાં ડીલર તરફથી કોઈપણ ફરિયાદ આવવી જોઈએ નહીં. ચંદુભાઈને મળો ત્યારે તમને એમ લાગશે કે આટલો સરળ અને નિખાલસ સ્વભાવનો માણસ આજની કોમ્પીટીશન ની દુનિયા માં કઈ રીતે સફળ થઇ શકે.
પરંતુ તેમને સરળતા અને તેમની નિખાલસતા તેમની સફળતાની ચાવી છે. ચંદુભાઈ પોતાની હરીફ કંપનીઓના કર્મચારીઓને પણ પોતાની કંપની એના ફેક્ટરી અને મશીન નો ઉત્સાહ સાથે બતાવે છે. કે અહીં બધું જ ખુલ્લું છે. ચંદુભાઈ પોતાની પ્રોડક્ટ પર વિશ્વાસ છે. અને પોતાની મહેનત ઉપર વિશ્વાસ રાખે છે.