આ નવપરિણીત દંપતી સાથે તેના સગા કાકી એ કર્યો વિશ્વાસઘાત.. હનીમુન ની ટીકીટ ગીફ્ટ માં આપીને ફસાવી દીધા ડ્રગ્સ માં - Tilak News
આ નવપરિણીત દંપતી સાથે તેના સગા કાકી એ કર્યો વિશ્વાસઘાત.. હનીમુન ની ટીકીટ ગીફ્ટ માં આપીને ફસાવી દીધા ડ્રગ્સ માં

આ નવપરિણીત દંપતી સાથે તેના સગા કાકી એ કર્યો વિશ્વાસઘાત.. હનીમુન ની ટીકીટ ગીફ્ટ માં આપીને ફસાવી દીધા ડ્રગ્સ માં

આજે અમે તમને મુંબઈના એક એવા દંપતી વિશે જણાવીશું કે જે દંપતી પોતાના લગ્ન પછી હનીમૂન માટે કતાર ગયા હતા. હનીમૂન માટે જ કતાર જતી વખતે તેમના સગા માં રહેલા એક કાકી એ તેમના બેગમાં ગાંજા નું પેકેટ મૂકી દીધું હતું. તેમના કાકા જાપાનની એક કંપનીમાં નોકરી કરતા હતા

આ નિર્દોષ દંપતી પોતાના લગ્ન પછી પહેલી વાર પસાર કરવા જઈ રહ્યા હતા. કતારના ડ્રગ્સના કેસમાં આ દંપતી ખોટી રીતે ફસાઈ ગયા હતા અને ત્યાર પછી તેમને દંપતીને દોઢ વર્ષ જેલમાં રહેવું પડ્યું હતું અને આખરે ત્રણ વર્ષ પછી તે દંપતિ ભુમ ભારતમાં પાછા ફરી રહ્યા છે.

આ દંપતીની વાત કરવામાં આવે તો તેમના લગ્ન જુલાઈ ૨૦૧૯ માં થયા હતા અને મુંબઈમાં તેમના લગ્ન થયા હતા ને આ દંપતીએ કતાર એરપોર્ટ પણ ધરપકડ કરવામાં આવી હતી અને તેમના બેંગ માંથી આશરે પાંચ કિલો જેટલું ગાંજો મળી આવ્યો હતો.આ મા પતિ-પત્નીને ડ્રગ્સની હેરાફેરી કરવાના ગુનામાં આશરે પાંચ કરોડનો દંડ અને દસ વર્ષની જેલની સજા કરવામાં આવી હતી.

ત્યાર પછી કતારમાં રહેલી ભારતીય કચેરી દ્વારા આ કપલના પરિવારજનોને જાણ કરવામાં આવી હતી કે તેઓ જ ઝડપથી મુંબઈ પરત ફરી રહ્યા છે. પરંતુ આ દંપતી અને તેમના સગા તે ડ્રગ્સ કેસમાં ફસાવી દીધા હોવાનું ત્યાર પછી રહસ્ય ખુલી ગયું હતું અને તેમને જબરજસ્તી બીજીવાર હનીમૂન માટે મોકલી આપ્યા હતા

તેમને જબરજસ્તી બીજીવાર હનીમૂન માટે તેમની ટિકિટ બુક કરાવી હતી અને તેમના સામાનમાં તેમને કોઈપણ પ્રકારની જાણ કર્યા વગર તેમના કાપી આશરે પાંચ કિલો જેટલું ગાંજો મૂકી દીધો હતો. તે એરપોર્ટ ઉપર પકડાઈ જતા તે દંપતીને જેલની સજા થઈ હતી

પોતાની સાથે આ ઘટના બની ત્યારે આ યુવાન જાપાનીઝ કંપનીમાં નોકરી કરતો હતો અને ત્યારે તેમની પત્નીને એ ખબર પડી હતી કે તે ગર્ભવતી છે. તે ઉપરાંત ફેબ્રુઆરી મહિનામાં તેમણે એક બાળકીને જન્મ આપ્યો હતો અને તેમનો જન્મ જેલમાં થયો હતો.

તે ઉપરાંત આ દંપતી પોતે નિર્દોષ હોવાની જાણ થતાં સત્તાધીશોને કરી રહ્યો હતો. પરંતુ તેમની પાસે નિર્દોષ હોવાના આક્ષેપો તેની નિર્દોષતા સાબિત કરવાના કોઈ પણ પ્રકારના પુરાવા હતા નથી. આ દંપતી માટે તેમના પતિનું નામ સારીક હતું અને તેમની પત્નીનું નામ ઓનીબા હતું

શારિક ધરપકડ થયા પછી સારિકના ફોનમાંથી તેમની કાકી સાથે વાતચીત કર્યા ના રેકોર્ડિંગ મળી આવ્યા હતા અને તેમાં તેમની કાકીએ ગુટખાના પાર્સલ તરીકે તેમનો ઉલ્લેખ કર્યો હતો. પરંતુ તેમના પરિવારજનોએ તેમનો સંપર્ક કરતા ત્યાર પછી મુંબઈ પોલીસે તેમનો સંપર્ક કર્યો હતો

ત્યાર પછી તેમની કાકી ની ધરપકડ કરવામાં આવી હતી. ત્યાર પછી મુંબઈ પોલીસ દ્વારા તેમની કાકીની આકરી પૂછપરછ કરવામાં આવી હતી ત્યારે તેમને જણાવ્યું હતું કે તેમણે તેમના ભત્રીજા અને ભત્રીજાવહુને શારીક અને ઓનીબાને ફસાવ્યા હતા. તેમણે તેમને કબુલાત કરી હતી.

આમ ઓનીબાની માતાએ જણાવ્યું હતું કે તેમણે પોતાની દીકરી અને જમાઈ જેલમાંથી છૂટી ગયા છે. તે વાત સાંભળીને ખૂબ જ વધારે આનંદ છે.  તેમને જણાવ્યું હતું કે તેમણે ઘણા સમયથી પોતાની દીકરી જમાઈ અને પોતાની દોહિત્રી ને જોવા માટે તરસી રહ્યા હતા.

આમ તે જ પતિને છોડાવવા માટે તેમના પિતા શ્રી  દ્વારા ખૂબ જ વધારે મહેનત કરવામાં આવી હતી અને તે ત્યાં ૧૫ મહિના રોકાયા હતા અને ત્યાં વકીલ પણ રાખ્યો હતો અને ત્યાં કોર્ટમાં ધારદાર રજૂઆતો કરવામાં આવી હતી.આમ કટારની કોર્ટ દ્વારા આ દંપતિને દસ વર્ષની જેલની સજા કરાવતા તેમની સામે તે અપીલમાં ગયા હતા

તેમણે ૨૭ જાન્યુઆરી ૨૦૨૦ ના રોજ તેમની અરજી ફગાવી દઈ અને તેમને નીકળી કોર્ટનો ચુકાદો માન્ય રાખ્યો હતો. પરંતુ જાન્યુઆરી ૨૦૨૧માં ત્યાંની ક્રિમિનલ ડિપાર્ટમેન્ટની સુનવણી કરતા દંપતીના વકીલ દ્વારા રજૂ કરાયેલા તમામ દસ્તાવેજો માન્ય રાખવામાં આવ્યા હતા

તેમણે જણાવ્યું હતું કે આ દંપતીનો કોઈપણ ગુનાહિત ઈરાદો ના હોવા છતાં પણ તેમની પાસેથી મળેલો મુદ્દામાલ ડ્રગ્સ છે. તેની તેમને ખબર પણ ન હતી આમ કરતાં આસિસ્ટન્ટ સેકશન ઓફિસર ધીરજકુમાર ને પણ આ મામલે ખૂબ જ વધારે મદદ મળી રહી હતી અને તેમણે કોર્ટના આદેશ બાદ કોર્ટ ઓર્ડર ઈસ્યુ થઈ અને ત્યારબાદ આ કપલને ભારત મોકલવાની તૈયારી કરવામાં આવશે તેવું જણાવ્યું હતું