આ જંગલી ફળનું સેવન આપે છે અમરત્વનું વરદાન - Tilak News
આ જંગલી ફળનું સેવન આપે છે અમરત્વનું વરદાન

આ જંગલી ફળનું સેવન આપે છે અમરત્વનું વરદાન

દરેક વ્યક્તિને ખબર હોય છે કે  ફળનું સેવન તેમના સ્વાસ્થ્ય માટે ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે. તે ઉપરાંત આપણને બાળપણમાંથી શીખવવામાં આવ્યું હોય છે. કે આપણે નિયમિત રીતે ફળનું સેવન કરવું જોઇએ.

તે આપણા શરીરને ઘણા બધા પોષક તત્વો પૂરાં પાડે છે. તે ઉપરાંત ફળનું સેવન કરવાથી આપણા શરીરને ઘણી બીમારીઓથી રક્ષણ પ્રાપ્ત થાય છે. પરંતુ તમે ક્યારેય જંગલી ફળ વિશે જાણકારી પ્રાપ્ત નહીં કરી હોય. આજે અમે તમને જંગલમાં થનારાં ફળ વિશે જાણકારી આપવાના છીએ.

જેનું સેવન કરવાથી વ્યક્તિ ક્યારેય બિમાર પડતો નથી. એવી માન્યતા હોય છે. તો ચાલો જાણીએ કે જંગલ માં કયા કયા ફળ થાય છે. અને તેમનું સેવન કરવાથી આપણને કયા કયા ફાયદા થતા હોય છે.

જાંબુ

જાંબુનું સેવન કરવાથી આપણા શરીરને ઘણા બધા ફાયદા થાય છે. જાંબુમાં ફોલિક એસિડ, ઝિન્ક, ફોસ્ફરસ, સોડિયમ, મેગ્નેશિયમ વગેરે વધારે પ્રમાણમાં પ્રાપ્ત થાય છે. જાંબુના બીનું સેવન કરવાથી ડાયાબિટીસની બીમારીમાં રાહત મળે છે.

જાંબુનું સેવન કરવાથી આપણા શરીરમાં ક્યારેય પણ રક્તચાપ ની બીમારી થતી નથી તથા બ્લડ સર્ક્યુલેશન નિયમિત રીતે થાય છે. જાંબુમાં ફોલિક એસિડ, સોડિયમ, મેગ્નેશિયમ, પોટેશિયમ હોય છે. તેનું સેવન કરવાથી વ્યક્તિને ડાયાબિટીસ, કબજિયાત જેવા રોગો માં વધારે ફાયદો પ્રાપ્ત થાય છે.

 બોર

બોર ખાવા માં ખાટા અને મીઠા બંને પ્રકારના હોય છે. જો તમને યોગ્ય સમયે ભૂખ ન લાગતી હોય તો આવી પરિસ્થિતિમાં બોરનું સેવન કરવું જોઈએ. બોર ખાવાથી ભૂખ લાગે છે. બોર પેટમાં થનારા બેક્ટેરિયાનો સફાયો કરે છે અને તેમનો નાશ કરે છે.

બોર્રનો ઉપયોગ પાચનતંત્ર ના આંતરડા ની સફાઈ કરવા માટે પણ થતો હોય છે. તેમનું સેવન કરવાથી પાચન તંત્રમાં રહેલા બેક્ટેરિયાનો નાશ થાય છે. તેની સફાઇ યોગ્ય રીતે થાય છે. તે ઉપરાંત બોરની તાસીર એકદમ ઠંડી હોય છે.

તેનું સેવન કરવાથી કબ્જનો નાશ થાય છે. એટલા માટે તેનું સેવન કરવું આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે.

 ફાલસા

આ ફળ દેખાવમાં એકદમ બોર એવું લાગે છે. પરંતુ ઉનાળાની સિઝનમાં શરીરને ઠંડુ રાખવા માટે આ ફળ ખૂબ જ ઉપયોગી સાબિત થઇ છે. તેનું નિયમિત રીતે સેવન કરવાથી સૂર્ય તાપ અને લૂ લાગતાં નથી. તે ઉપરાંત તમે તેનું શરબત બનાવીને પણ પી શકો છો.

જો કોઈપણ વ્યક્તિના શરીરમાં લોહીની ઉણપ હોય તો તેનું સેવન કરવાથી શરીરમાં લોહીની ઉણપ રહેતી નથી અને લોહીના પ્રમાણમાં વધારો જોવા મળે છે.

સેતુર

શેતૂર માં ખૂબ જ વધારે પ્રમાણમાં વિટામીન સી તેમજ કેલ્શિયમ ખૂબ જ વધારે પ્રમાણમાં હોય છે. તેનું નિયમિત રીતે સેવન કરવાથી આંખની દ્રષ્ટિ માં વધારો જોવા મળે છે. ગરમીની ઋતુમાં તેનું સેવન કરવાથી સરળ શરીરને ઠંડક પ્રાપ્ત થાય છે.

તેનું સેવન કરવાથી આંખની દૃષ્ટિ ખૂબ જ મજબૂત બને છે. તે ઉપરાંત સેતુરનું સેવન કરવાથી આપણા હાડકા મજબૂત બને છે. તે ઉપરાંત દાંત કે હાડકા ને લગતા કોઈપણ રોગ કે ઇન્ફેક્શન થતા નથી.

 કરમદા

કરમદા ખાવામાં ખાટા લાગે છે. પરંતુ તેમનો ઉપયોગ અથાણું કે શાક બનાવવા માટે પણ થઈ શકે છે. તે ઉપરાંત કરમદા ખાવાથી શરીરની ભૂખમાં વધારો થાય છે. તથા તરસ મટાડે છે. જે ઉપરાંત જે વ્યક્તિને સૂકી ઉધરસ હોય તે વ્યક્તિએ કરમદાના પાંદડાનો રસ પીવાથી ઉધરસની સમસ્યામાં રાહત મળે છે.

કરમદા ખાવાથી પેટમાં દુખાવાની સમસ્યામાં રાહત મળે છે. તે ઉપરાંત પાચનતંત્ર વધારે મજબૂત થાય છે. આ ફળનો નિયમિત રીતે સેવન કરવાથી વ્યક્તિને ક્યારેય પણ કોઈ પણ બીમારી થવાની શક્યતા રહેતી નથી.

તે ઉપરાંત ચેપીરોગ ઇન્ફેક્શનના કારણે થતા રોગમાં પણ ફાયદો થાય છે. નિયમિત રીતે આ જંગલી ફળોનું સેવન કરવાથી શરીર સ્વસ્થ અને તંદુરસ્ત રહે છે. તેનું શિયાળા અને ઉનાળામાં સેવન કરવાથી શિયાળામાં તેનું સેવન કરવાથી શરીરને ગરમી પ્રાપ્ત થાય છે.

તેમ જ ઉનાળામાં આ ફળનું સેવન કરવાથી શરીરને ઠંડક પ્રાપ્ત થાય છે. તથા પાચનતંત્રને લગતી કોઈપણ બીમારી થતી નથી.