આજે અમે તમને એક એવી પેસ્ટ વિશે જણાવવા જઈ રહ્યા છીએ. જે તમારા આંખ નીચેની ડાર્ક સર્કલ દૂર કરશે અને તમારા ચહેરાને પણ ગ્લો આપશે. તો ચાલો જાણીએ કે કઈ વસ્તુ ને ચહેરા પર લગાવવાથી આટલા બધા ફાયદા થશે.
દૂધ અને હળદર ની પેસ્ટ
દૂધ અને હળદર ની પેસ્ટ બનાવીને આ પેસ્ટને ચહેરા પર લગાવવી અને સૂકાઈ જાય ત્યારબાદ સ્વચ્છ પાણીથી ચહેરાને સાફ કરવો. થોડા દિવસ આવી રીતે કરવાથી તમારા ચહેરા પર ઘણો બધો ફાયદો થતો તમને જોવા મળશે.
ટામેટાં
ટામેટાં પણ એક એન્ટિ-ઓક્સિડન્ટ તત્વ હોવાથી ટામેટાની પેસ્ટ બનાવીને ચહેરા પર લગાવવી અને જ્યાં સુધી સુકાય ના જ હોય ત્યાં સુધી ચહેરા પર જ રાખવું. સુકાઈ જય ત્યારબાદ સ્વચ્છ પાણીથી મોં ધોઈ લેવું. જે કોઈ પણ વ્યક્તિ અને ખીલની સમસ્યા હોય તે દૂર થશે.
બટાકાની છાલ
આજના આ યુગમાં ઘણા બધા લોકોને આંખ નીચે ડાર્ક સર્કલ થાય છે. તો તે દૂર કરવા માટે બટાકાની છાલ નો ઉપયોગ કરવો. બટાકાની છાલ ને ડાર્ક સર્કલ ઉપર લગાવી દેવું. 20 મિનિટ સુધી રહેવા દેવું. ત્યારબાદ સ્વચ્છ પાણીથી મોં ધોઈ લેવું.
ચણાના લોટ
ચણાના લોટને ચહેરા પર લગાવવાથી કેટલો ફાયદો થાય છે.. એ તો તમે જાણતા જ હશો પરંતુ ચણાના લોટમાં અમુક વસ્તુ એડ કરવાથી તેમાં અનેક ગણો ફાયદો જોવા મળે છે.ચણાનો લોટ હળદર અને દહીં મિક્સ કરીને તેની પેસ્ટ બનાવવી. ચહેરા પર લગાવવાથી ચહેરા પર તથા ગળાની આસપાસ જે કોઈ જગ્યાએ કાળાશ પડતો ભાગ હોય તે ધીમે ધીમે ઓછો થતો જોવા મળશે.
નારંગીની છાલ
નારંગીની છાલ ને સુકવીને તેનો બારીક પાવડર કરવો. ત્યારબાદ તેમાં ગ્રીન ટીમાં મિક્સ કરવું. ચહેરા પર મસાજ કરવું. તેનાથી તમારા ખીલની સમસ્યામાં રાહત મળશે અને તમારી સ્કિન ઉપર ગ્લો આવશે.
મધ અને લીંબુના રસ
મધ અને લીંબુના રસને મિક્સ કરીને ચહેરા પર લગાવવાથી ચહેરો એકદમ મુલાયમ બનશે તથા તમારી સ્કિનને સ્વસ્થ રાખવા માટે નિયમિત પણે તમારે લીંબુના રસમાં દૂધ અને ગુલાબજળ મિક્સ કરીને કોટનની મદદથી ચહેરા પર લગાવવું.
જો તમારી સ્કિન ડ્રાય હોય તો તેમાં તમે ઓલિવ ઓઈલ પણ એડ કરી શકો છો. આ એક કુદરતી છે જે તમારી ડેડ સ્કિનને દૂર કરવામાં મદદ કરે છે. લીંબુના રસનો ઉપયોગ પણ ચહેરાની સુંદરતામાં વધારો કરવા માટે થાય છે. કારણ કે લીંબુમાં વિટામિન સી હોવાને થી જે કોઈ ભાગ કાળો થઈ ગયો હોય તે તેને દૂર કરે છે.
આથી લીંબુના રસમાં બે ચમચી મધ મિક્સ કરવાથી અને પછી તેના પર લગાવવાથી ચહેરા પરની કાળાશ દુર થાય છે. અને નિયમિત પણે લગાવવામાં આવે તો ચહેરા ઉપર ગ્લો જોવા મળે છે.
કેળા
તમને જાણીને આશ્ચર્ય થશે કે કેળાથી પણ આપણી સ્કિન ઉપર ગ્લો લાવવા માટે મદદ કરે છે. કેળામાં વિટામિન અને આયર્ન ભરપૂર પ્રમાણમાં હોય છે. આથી એક નાનું કેળું લેવું તેને છુંદી લેવું ત્યારબાદ તેમાં થોડું દહીં અને ઈંડુ મિક્ષ કરવું. ત્યારબાદ તેની પેસ્ટ બનાવવી અને આ પેસ્ટને ચહેરા પર લગાવવી તથા ૩૦ મિનિટ માટે ચહેરા પર રહેવા દેવી.
ત્યારબાદ સ્વચ્છ પાણીથી ચહેરો સાફ કરવો. આ ઉપચાર તમારે અઠવાડિયામાં ત્રણ વખત કરવાનું રહેશે આવું કરવાથી તમારી સ્કિન ચમકીલી બનશે.
એક બાઉલ લઈ તેમાં થોડું દૂધ ઉમેરવું તથા તેમાં પાંચથી છ કેસરના તાંતણા ઉમેરવા તથા દૂધ અને કેસર ને એક કલાક માટે એમ જ રહેવા દેવું ત્યારબાદ તેમાં થોડુ ચંદન ઉમેરવું પછી આ બધા મિક્સરને મિક્સ કરીને એક પેસ્ટ જેવું તૈયાર કરવું ત્યારબાદ આ પેસ્ટને ચહેરા પર લગાવી જ્યાં સુધી સુકાય નહીં ત્યાં સુધી એમ જ રહેવા દેવું સુકાઈ જાય ત્યાર પછી સ્વચ્છ પાણીથી મોં સાફ કરવું.