આ એક્સ ગર્લફ્રેન્ડે સલમાન ખાન પર લગાવ્યા ગંભીર આરોપ, કહ્યું 'સિગરેટ...' - Tilak News
આ એક્સ ગર્લફ્રેન્ડે સલમાન ખાન પર લગાવ્યા ગંભીર આરોપ, કહ્યું ‘સિગરેટ…’

આ એક્સ ગર્લફ્રેન્ડે સલમાન ખાન પર લગાવ્યા ગંભીર આરોપ, કહ્યું ‘સિગરેટ…’

અભિનેત્રી સોમી અલી ફરી એકવાર ચર્ચાનો વિષય બની છે. જેનું કારણ હાલમાં જ તેણે શેર કરેલી એક પોસ્ટ છે. અભિનેત્રી પોતાનો અને સલમાન ખાનનો થ્રોબેક ફોટો શેર કરવા માટે તેના સોશિયલ મીડિયા હેન્ડલ પર ગઈ. જેમાં સલમાન ખાન સોમીને ગુલાબના ફૂલ આપતો જોવા મળી રહ્યો છે.

આ તસવીર શેર કરતા સોમી અલીએ કેપ્શનમાં લખ્યું છે કે ‘હજુ ઘણું બધું થવાનું બાકી છે’. પોતાની એક પોસ્ટ દ્વારા સોમીએ બી ટાઉનમાં ધમાલ મચાવી છે. સોમીની આ પોસ્ટ વધુને વધુ વાયરલ થઇ રહી છે. જેમાં તેણે મુંબઈના ભાઈ જાન એટલે કે સલમાન ખાન પર સિગારેટથી મારપીટ અને સળગાવવાનો આરોપ લગાવ્યો છે. જો કે ત્યારબાદ એક્ટ્રેસે આ પોસ્ટ ડિલીટ કરી દીધી હતી.

એક સમયે અભિનેત્રી સોમી અલી અને સલમાન ખાન એકબીજાને ડેટ કરતા હતા. પરંતુ તેમનો સંબંધ લાંબો સમય ટકી શક્યો નહીં અને તેઓ અલગ થઈ ગયા. આ પછી પણ તેમના અફેરના સમાચારો અવારનવાર ચર્ચામાં રહેતા હતા. જો કે બંને આજે અલગ થઈ ગયા છે, પરંતુ સોમી અલી સમયાંતરે સલમાન ખાન પર ગંભીર આરોપ લગાવતી રહે છે.

તેનું કહેવું છે કે સલમાન ખાને તેની સાથે ખરાબ વર્તન કર્યું છે. તેણે પોતાની પોસ્ટમાં આગળ લખ્યું કે, ‘તમે ભારતમાં મારો શો બંધ કરાવી દીધો. જે બાદ તેણે મારી સામે કેસ કરવાની ધમકી આપી હતી. પરંતુ આજે મારી સુરક્ષા માટે 50 વકીલો ઉભા છે. મને સિગારેટ સળગાવવાથી અને શારીરિક શોષણથી કોણ બચાવશે, જે તમે આટલા વર્ષોથી મારી સાથે કર્યું છે.