3 જાન્યુઆરીથી ૧૫ વર્ષથી ઉપરના બાળકોને કોરોના ની રસી આપવામાં આવશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી - Tilak News
3 જાન્યુઆરીથી ૧૫ વર્ષથી ઉપરના બાળકોને કોરોના ની રસી આપવામાં આવશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી

3 જાન્યુઆરીથી ૧૫ વર્ષથી ઉપરના બાળકોને કોરોના ની રસી આપવામાં આવશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી

દેશમાં કોરોના વાયરસ ઓમિક્રોનના નવા વેરિઅન્ટના કેસ ઝડપથી વધવા લાગ્યા છે. અત્યાર સુધીમાં દેશના વિવિધ ભાગોમાં ઓમિક્રોનના કુલ 415 કેસ નોંધાયા છે. ઓમિક્રોન સંક્રમણના કેસમાં ઝડપથી થઈ રહેલા વધારાને કારણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે રાષ્ટ્ર જોગ સંબોધન કર્યું હતું.

આ અગાઉ બેઠકમાં આરોગ્ય વિભાગના અધિકારીઓ અને અન્ય અનેક વિભાગોના અધિકારીઓ ઉપસ્થિતમાં તેમણે અનેક મહત્વના નિર્ણય લીધા હતા. તે જ સમયે, કોંગ્રેસ નેતા અધીર રંજન ચૌધરીએ સરકાર પાસે માંગ કરી છે કે કોરોના મામલે તમામ પક્ષોના મંતવ્યો સાંભળવામાં આવે. આ અંગે તેમણે સર્વપક્ષીય બેઠક બોલાવવાની માંગ કરાઈ હતી.

આ ઉપરાંત તેમણે રાષ્ટ્રજોગ સંબોધનમાં એલાન કર્યું હતું કે લોકોને ડીએનએ આધારિત વેક્સિન આપવામાં આવશે. વડાપ્રધાન મોદી અત્યારે બૂસ્ટર ડોઝ આપવાની પણ જાહેરાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે બુસ્ટર ડોઝ અંગે વધુ સંશોધન ચાલી રહ્યું છે પરંતુ કોરોના વોરિયર્સને બૂસ્ટર ડોઝ આપવામાં આવશે.

આ ઉપરાંત હવે સમગ્ર ભારતમાં બાળકોની સ્કૂલો પણ શરૂ થઇ રહી છે. તેવી સ્થિતિમાં વાલીઓની ચિંતા ઓછી કરવા તેમણે જાહેરાત કરી હતી કે ૧૫ થી ૧૮ વર્ષના બાળકોને પણ હવે 3 જાન્યુઆરી થી વેક્સિન આપવામાં આવશે.

આ ઉપરાંત તેમણે લોકોને સાવધાની રાખવા માટે , માસ્ક પહેરવા , સોશિયલ ડિસ્ટન્સ જાળવવા , વારંવાર સાબુથી હાથ ધોવા અથવા તો સેનીટાઈઝર ઉપયોગ કરવા માટે અને અફવાઓથી દુર રહીને સરકારશ્રીના આદેશ મુજબ વેક્સિનનો ડોઝ લેવા અપીલ કરી હતી.

આરોગ્ય સુવિધાઓ વિષે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે 1 લાખ 40 હજાર ICU બેડ્સ ઉપલબ્ધ છે. 90 હજાર સ્પેશિયલ બેડ્સ બાળકો માટે છે. 3000થી વધુ PSA ઓક્સિજન્ પ્લાન્ટ્સ કાર્યરત છે, 4 લાખ ઓક્સિજન સિલેન્ડ કરી દેવાયા છે.