24 કલાક સુધી એસી નો ઉપયોગ કરતા હોય તો થઇ જાવ સાવધાન !! આપે છે આ બીમારીઓને આમંત્રણ... - Tilak News
24 કલાક સુધી એસી નો ઉપયોગ કરતા હોય તો થઇ જાવ સાવધાન !! આપે છે આ બીમારીઓને આમંત્રણ…

24 કલાક સુધી એસી નો ઉપયોગ કરતા હોય તો થઇ જાવ સાવધાન !! આપે છે આ બીમારીઓને આમંત્રણ…

આજકાલ મોટાભાગના લોકો ગરમીથી રાહત મેળવવા માટે એસીનો ઉપયોગ કરતા હોય છે. જેમ કે દરેક વ્યક્તિ જાણે છે કે ગરમીના દિવસની શરૂઆત થઈ ગઈ છે. અને શિયાળો પૂરો થઈ ગયો છે. તેવામાં હવે ઠંડા પીણાં,  કેરીની સીઝન આવનારી છે. અને ખાવા-પીવામાં જોવામાં આવે તો ગરમી અને ખૂબ જ સારી સીઝન ગણવામાં આવે છે. પરંતુ ગરમીમાં વ્યક્તિને ખૂબ જ વધારે પરસેવો થતો હોય છે.

તે ઉપરાંત વ્યક્તિને ખૂબ જ વધારે ખંજવાળ આવતી હોય છે.  લોકો પરેશાન થઇ જતા હોય છે. આવામાં દરેક વ્યક્તિ પોતાના ઘરમાં બેચેની દૂર કરવા માટે એર કુલર કંડીશનરનો ઉપયોગ કરતો હોય છે. પરંતુ હાલના સમયમાં એર કન્ડીશનર એક પહેલી પસંદ બની ગઈ છે. તે ઉપરાંત તે ગરમીમાં પણ આપણા ઓરડામાં ખૂબ જ વધારે ઠંડક ઉત્પન્ન કરે છે. પરંતુ શું તમે જાણો છો કે એર કન્ડીશનર ને તમે આટલો બધો પ્રેમ કરો છો પરંતુ આ આતે એરકન્ડિશનર જ તમારો જીવલેણ છે.

હા એરકન્ડિશનર શરીરમાં ઘણી બધી બીમારીઓને આમંત્રણ આપતું હોય છે. જ્યાં સુધી કે ઘણી બધી બીમારી એવી હોય છે. કે જે વ્યક્તિ એસી માં રહેવાના કારણે તેમનું મૃત્યુ પણ થઈ શકે છે. તો ચાલો જોઈએ કે એર કન્ડીશનર થી વ્યક્તિના શરીરને કઈ સાઈડ ઈફેક્ટ થતી હોય છે.

સાંધાના દુખાવામાં વધારો

જે લોકો ગરમીથી બચવા માટે સામાન્ય રીતે આખો દિવસ એર કન્ડીશનર માં રહેતા હોય છે. તે લોકોને ઘૂંટણના સાંધાના દુખાવાની સમસ્યા થતી હોય છે. આ હકીકત માં જોયા જઈએ તો એર કન્ડીશનર માં સાંધાના દુખાવાની સાથે લોકોના પકડાઈ જતા હોય છે.  શરીરને કાર્ય કરવાની ક્ષમતા ધીમે ધીમે ઘટી જતી હોય છે. તે ઉપરાંત આ સમયે વ્યક્તિ પોતાને ખૂબ જ વધારે થાકેલો અનુભવ કરતો હોય છે.

 રોગપ્રતિકારક શક્તિમાં ઘટાડો થવો

સામાન્ય રીતે જો કોઈ પણ વ્યક્તિ આ સમગ્ર દિવસ અને રાત દરમિયાન એરકન્ડિશન્ડ રૂમમાં રહેતો હોય તો તે વ્યક્તિની રોગપ્રતિકારક શક્તિમાં ઘટાડો જોવા મળે છે.  વ્યક્તિની અંદર પ્રમાણે રોગો સામે લડવાની ક્ષમતા માં ઘટાડો જોવા મળે છે. એટલા માટે એ એસી નો ખૂબ જ વધારે ઉપયોગ વ્યક્તિના શરીરમાં મૃત્યુને આમંત્રણ આપવા બરાબર છે.

મેદસ્વિતા માં વધારો થાય છે.

સામાન્ય રીતે કોઈપણ વ્યક્તિ જો 24 કલાક સુધી એસી નો ઉપયોગ કરતો હોય તો તેમને ફક્ત બીમારી થતી નથી. પરંતુ તે મેદસ્વિતાને પણ આમંત્રણ આપતો હોય છે. કારણ કે શરીરમાં જરા પણ પરસેવો થતો નથી તેના કારણે શરીરમાં રહેલા ઝેરી તત્વો દૂર થતા નથી અને શરીરને જરાપણ એનર્જી ઓછી થતી નથી એટલા માટે તેમને પાચન સંબંધી સમસ્યામાં વધારો થતો હોય છે. તે ઉપરાંત પેટમાં ચરબીનો જમાવડો થતો હોય છે. એટલા માટે સમગ્ર દિવસ દરમિયાન એર કંડીશન માં રહેવાથી વ્યક્તિના વજનમાં ખૂબ જ વધારે વધારો જોવા મળતો હોય છે.

ઇન્ફેક્શન થવાનો સૌથી વધારે જોખમ થતું હોય છે.

વૈજ્ઞાનિકો દ્વારા કરવામાં આવેલા અભ્યાસ પ્રમાણે જો કોઈ પણ એક થી ચાર કલાક કે તેથી વધારે એરકન્ડીશન રુમમાં રહે છે. તો તે વ્યક્તિને સૌથી વધારે ઇન્ફેક્શન થવાની સંભાવના રહેતી હોય છે. તે ઉપરાંત તે વ્યક્તિને સાઇનસ અને સાયટિકા થવાની સૌથી વધારે શક્યતા રહેતી હોય છે. એટલા માટે વધારે સમય સુધી ઠંડકમાં રહેવાથી શરીરના સ્નાયુઓની સ્થૂળતા વધી જતી હોય છે. અને તેને સ્નાયુઓને ખૂબ જ વધારે નબળા બનાવી દેતા હોય છે.

વધારે થાક લાગતો હોય છે.

સતત ઉપયોગ કરવાથી સંપૂર્ણ દિવસ દરમિયાન વ્યક્તિને થાકનો અનુભવ થતો હોય છે. કારણ કે વધારે સમય સુધી એસી રૂમમાં બેસવાથી આ હવા બહાર જતી નથી અને અંદર આવતી નથી એટલા માટે ક્યારેક તાપમાનમાં ફેરફાર થવાથી વ્યક્તિને માથાનો દુખાવો અથવા ચીડિયાપણું નો અનુભવ થતો હોય છે.

મગજની વિચાર કરવાની ક્ષમતામાં ઘટાડો જોવા મળે છે.

સામાન્ય રીતે વધારે પડતો એસી નો ઉપયોગ કરવાથી વ્યક્તિના મગજમાં પણ તેની અસર જોવા મળતી હોય છે. આવું કરવાથી મગજ ની કોશિકાઓ ખૂબ જ વધારે સંકુચિત થવા લાગે છે. તેનાથી મગજની કાર્યક્ષમતામાં ઘટાડો જોવા મળે છે. તે ઉપરાંત વ્યક્તિને જ્યારે ખૂબ જ વધારે તાપમાનમાં બહાર જવાનું થાય ત્યારે તેમને ખૂબ જ વધારે ચક્કર આવવા લાગે છે.