ગુજરાત

૧૬ વર્ષની એક યુવતી હોસ્પિટલમાં એવી અવસ્થામાં જોવા મળી કે … થોડી તપાસ કરી તો સીધું નીકળ્યું બાંગ્લાદેશ સાથે કનેક્શન

Published by
મેઘના

હોસ્પિટલમાં એડમિટ કરાયેલી એક મહિલા સાથે ત્યાં એક ૧૬ વર્ષની છોકરી આવી હતી. પરંતુ તે છોકરી અત્યંત શંકાસ્પદ હાલતમાં જોવા મળ્યા પછી દ્વારા આ અંગે જિલ્લા બાળ સુરક્ષા સમિતિને જાણ કરવામાં આવી હતી. ત્યાર પછી છોકરીની કસ્ટડી લઈ અને તેમને પૂછપરછ કરવામાં આવી હતી

ત્યાર પછી તે છોકરી દ્વારા વિશે જાણકારી આપવામાં આવી કે તેથી બાળ સુરક્ષા સમિતિના તમામ અધિકારીઓ પણ તે અંગે ખૂબ જ વધારે આશ્ચર્ય પામી ગયા હતા અને આ છોકરીની ઉંમર ૧૬ વર્ષની છે. તેમણે કબૂલ્યું હતું કે તે હાલ બાંગ્લાદેશની વતની છે. અને તેમને સારી નોકરી મળશે તેવી લાલચ આપી અને તેમને બોર્ડર ક્રોસ કરાવી અને ભારત લાવવામાં આવી હતી.

અહીંયા આવ્યા પછી તેમણે સૌપ્રથમ મુંબઈની નજીક નાલાસોપારા લઈ જવામાં આવી હતી. ત્યાર પછી નો દેહવ્યાપાર માટે સોદો કરી નાખવામાં આવ્યો હતો. છોકરીને કઈ સમજમાં આવે તે પહેલાં તેમને દેહવ્યાપારના ધંધામાં મોકલી દેવામાં આવી હતી અને અહીં ભારતમાં પોતાનું કોઈ પણ વ્યક્તિ જાણીતું ન હોવાની વ્યથા છોકરી દ્વારા જણાવવામાં આવી હતી

તે કોઈપણ વ્યક્તિને પોતાની પરિસ્થિતિ જણાવી શકે તેમ ન હતી. તેમ તેમને જણાવ્યું હતુંઅહીં તેમને ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં લઈ જવામાં આવી હતી અને તેમની પાસે ત્યાં દેહ વ્યાપાર કરવામાં આવતો હતો. સૌપ્રથમ ગુજરાતના વાપીમાં તેમને લઈ જવામાં આવી હતી.

ત્યાર પછી રાજસ્થાનના જયપુર થઈ અને તેમને મુંબઇ પણ લઈ જવામાં આવી હતી.તે દરમિયાન જે યુવતી કે મહિલા છોકરી પાસે વ્યાપાર કરાવતી હતી તેમની તબીયત બગડતાં તેમને વલસાડની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી અને તેની સાથે આવેલી છોકરી પણ હોસ્પિટલમાં જ રહેતી હતી

પરંતુ હોસ્પિટલના સ્ટાફને છોકરી નો વ્યવહાર અત્યંત શંકાસ્પદ લાગ્યો હતો. તેથી તેમણે તેમની પૂછપરછ કરી હતી અને ત્યાર પછી ડરેલી છોકરીએ પોતે બાંગ્લાદેશથી આવી હોવાનું જાણકારી આપી હતી. તેમની સાથે આવેલી મહિલા તેમની પાસે જબરજસ્તી દેહ વ્યાપાર કરવા આવે છે.

તેવી પણ તેમને સ્ટાફને માહિતી આપી હતી અને છોકરી આ જાણકારી આપતા જ તે સાંભળી અને હોસ્પિટલનો સ્ટાફ પણ અત્યંત ચોકી ગયો હતો અને એક ની સહાય અને નિરાધાર છોકરીને આ દેહ વ્યાપારના ધંધામાં થી બહાર લાવવા સિવિલ હોસ્પિટલના સ્ટાફ દ્વારા તાત્કાલિક બાળ સુરક્ષા એકમ નો સંપર્ક કરવામાં આવ્યો હતો.

તેથી છોકરીની કસ્ટડી લેવા માટે બાળ સુરક્ષા એકમ ના અધિકારીઓ તરત જ આવી ગયા હતા અને તેમને છોકરીને જણાવ્યું હતું કે તે તેમની સુરક્ષા કરશે અને ત્યાર પછી છોકરીને બાળ સુરક્ષા એકમની કસ્ટડીમાં લેવામાં આવી છે.  તેમણે જણાવ્યું હતું કે તે મૂળ બાંગ્લાદેશની વાતની છે.

તેમને ડિસેમ્બર મહિનામાં ભારત લાવવામાં આવી હતી. ત્યાર પછી યુવતી દ્વારા એવી કબૂલાત પણ કરવામાં આવી હતી કે તેમની સાથે અન્ય પાંચ યુવતીઓને બાંગ્લાદેશમાંથી ભારત લાવવામાં આવી છે. અને તેમની સાથે પણ  દેહવ્યાપારનો ધંધો કરી રહ્યા છે. હાલ પોલીસની મદદથી આ યુવતી સાથે આવેલી ચાર યુવતીઓ ક્યાં છે. કઈ પરિસ્થિતિમાં છે. તેમની વિગતો પોલીસ મેળવી રહી છે. અને પોલીસ તેમને પોતાના ઘરે મોકલવાનો પ્રયત્ન કરી રહી છે.

મેઘના

Recent Posts

જયા કિશોરી સાથે લગ્ન કરશે બાગેશ્વર મહારાજ? ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ પોતે કહ્યું સત્ય, કહ્યું- આ બિલકુલ…

શું છતરપુરના બાગેશ્વર ધામના પીઠાધીશ્વર પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી ખરેખર જયા કિશોરી સાથે લગ્ન કરવા…

4 months ago

હોમવર્ક ન કરવા બદલ ઠપકો આપતા, જન્મ આપનારી માતાને જ પોતાના દીકરાએ માથા પર દસ્તો મારીને મારી નાખી

હાલમાં કોઈ માતા પિતા તેના બાળકને કઈ કહી શકાતું નથી. માતા-પિતા બાળકના સારા માટે જ…

4 months ago

આણંદમાં સરકારી સહાયના નામે વિધવા મહિલાઓ સાથે છેતરપિંડી કરતી મહિલા ઝડપાઈ

ગુજરાત રાજ્યના અમદાવાદ શહેર માંથી એક ચોકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા…

4 months ago

શોમાં વાપસી કરી રહી છે દિશા વાકાણી? ‘બાઘા’ સાથે ‘દયાબેન’નો ફોટો થયો વાયરલ, ચાહકો ખુશ

SAB ટીવીનો લોકપ્રિય કોમેડી શો 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' છેલ્લા 14 વર્ષથી તેના દર્શકોને…

4 months ago

રાહુલ ક્યારે લગ્ન કરશે, પહેલી નોકરીમાં તેને કેટલો પગાર મળ્યો?કોંગ્રેસ નેતાએ દરેક સવાલોના જવાબ આપ્યા

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને પાર્ટીના નેતા રાહુલ ગાંધી આ દિવસોમાં ભારત જોડો યાત્રામાં વ્યસ્ત છે…

4 months ago

તમિલનાડુમાં દુ:ખદ અકસ્માત, મંદિરના ઉત્સવ દરમિયાન ક્રેન પડી, 4ના મોત, 9 ઘાયલ

તમિલનાડુના અરક્કોનમમાં રવિવારે રાત્રે મંદિરના ઉત્સવ દરમિયાન ક્રેન તૂટી પડતાં ઓછામાં ઓછા ચાર લોકોના મોત…

4 months ago