127 કિલો વજન વાળા આ ભારે ભરખમ વ્યક્તિએ જીમમાં ગયા વગર ૬૦ દિવસમાં ઉતાર્યું 50 કિલો વજન જાણો કઇ રીતે - Tilak News
127 કિલો વજન વાળા આ ભારે ભરખમ વ્યક્તિએ જીમમાં ગયા વગર ૬૦ દિવસમાં ઉતાર્યું 50 કિલો વજન જાણો કઇ રીતે

127 કિલો વજન વાળા આ ભારે ભરખમ વ્યક્તિએ જીમમાં ગયા વગર ૬૦ દિવસમાં ઉતાર્યું 50 કિલો વજન જાણો કઇ રીતે

આજકાલ વ્યસ્ત જીવનશૈલીને કારણે ઘણા બધા લોકોનું વજન ખૂબ જ વધી ગયું હોય છે. લોકડાઉન ના કારણે વજન વધવાની સમસ્યા માં વધારો થતો હોય છે. કેટલાક લોકોએ લોકડાઉન દરમિયાન ખૂબ જ વધારે ખોરાકનું સેવન કર્યું હતું અને તે ખૂબ જ વધારે સ્થૂળ થઈ ગયા હતા.

કેટલાક લોકોનું પરિવર્તન આશ્ચર્ય જનક રહ્યું હતું. આવી જ રીતે આજે આપણે વાત કરવાના છીએ કે બેંગલોરમાં ટ્રાવેલ્સ’નો બિઝનેસ કરતા નિવેદિત ની તેમની 32 વર્ષની  ઉંમર છે. તેમને ફિટનેસ જબરજસ્ત પ્રાપ્ત કરી છે. 32 વર્ષીય નિવેદિત એ મેદસ્વિતાની સમસ્યાથી પરેશાન હતો. જ્યારે  લોકડાઉન થયું ત્યારે તેમને ચાલવાનું બંધ કર્યું હતું અને તેમણે પોતાની ફિટનેસ અપટુડેટ બનાવવાનું નક્કી કર્યું હતું.

તે ઉપરાંત વ્યસ્ત જીવનશૈલીને કારણે તેમનું વજન વધીને 127 કિલોગ્રામ થઈ ગયું હતું. તેણે લોકડાઉન દરમિયાન આ સમયનો ઉપયોગ કરી અને પોતાના શરીરને ફિટ બનાવવા માટે સંપૂર્ણ ધ્યાન આપ્યું હતું.  પોતાના શરીરને ફિટ બનાવવા માટેનું લક્ષ્ય તૈયાર કર્યું હતું. તેણે પાંચ મહિનામાં આશરે 42 કિલો જેટલું વજન ઘટાડ્યું હતું અને આશ્ચર્યજનક વાત છે કે  નિવેદિત એ આ વજન ઘટાડ્યા ઘટાડવા માટે કોઈપણ પ્રકારના પૈસા ખર્ચ કર્યા નથી.

નિવેદિત એ એક ન્યૂઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યૂમાં તેમણે જણાવ્યું હતું કે તે છેલ્લા 15 વર્ષથી પણ કાયમી મુસાફરી કરી અને પોતાનું જીવન પસાર કરે છે. તે ઉપરાંત વ્યસ્ત જીવનશૈલી તેમજ ફાસ્ટ ફૂડખાવાના કારણે તેમનું શરીર ખૂબ જ વધી ગયો હતો અને તે મેદસ્વિતા નો સ્વીકાર થઈ ગયા હતા. તેમનું વજન વધીને આશરે 127 કિલોગ્રામ થઈ ગયો હતો.  તેમણે પાચનને લગતી ઘણી બધી તકલીફો પણ થતી હતી.

ત્યાર પછી તેમણે પોતાના શરીરને ફિટ રાખવા માટે નું નક્કી કર્યું અને લોકડાઉન દરમિયાન આ સમયનું તેમણે ખૂબ જ વધારે ઉપયોગ કર્યો અને તેમને તેમનું વજન ઘટાડ્યું. તેમણે આ પાંચ મહિનામાં જીમમાં ગયા વગર નિયમિત રીતે ડાયટ પ્લાન નું સેવન કરી અને આશરે ૪૦ કિલો જેટલું વજન ઘટાડ્યું હતું.  તેમનો આહાર સૌથી મહત્વપૂર્ણ રહ્યો હતો.

તેમણે જણાવ્યું હતું કે તેમનું માનવું છે કે ડાયટ પ્લાન વગર વજન ઓછું કરવું ખૂબ જ મુશ્કેલ છે. એટલે તેમણે ડાયટ-પ્લાન લેવાનું શરૂ કર્યું. તેમાં તેમણે વજન ઘટાડવામાં ખૂબ જ સફળતા પ્રાપ્ત થઇ છે. તેમણે સવારના નાસ્તામાં બ્લેક કોફી થી શરૂઆત કરી હતી. ત્યાર પછી બાજરાના ઢોસા અને ચટણીનું સેવન કરતા હતા.

ત્યાર પછી તેમણે બપોરના ભોજનમાં કાચું સલાડ, વનસ્પતિ ના બે સલાડ અને પ્રોટીન શેક નિયમિત રીતે લેતા હતા. ત્યાર પછી તે રાત્રિના સમયે ભોજન માં શેકેલા શાકભાજી તે ઉપરાંત ખૂબ જ હળવો ખોરાક લેતા હતા. ત્યાર પછી તેમણે વર્કઆઉટ પણ કરેલું હતું તેમણે વર્કઆઉટ કરતાં પહેલાં બે કપ કોફી અને ગરમ પાણીનું સેવન કરતા હતા.

વર્કઆઉટ પછી તે બદામ અને ફળનું સેવન કરતા હતા. વજન ઘટાડવા માટે તેમણે દરેક વ્યક્તિને નિયમિત રીતે ચાલવાની વિનંતી કરી હતી. તેમને દરરોજ નિયમિત રીતે પાંચથી સાત કિલોમીટર ચાલવાની સલાહ આપી હતી. લોકડાઉન દરમિયાન તેમણે દરરોજ 10 થી 15 કિલોમીટર ચાલવાનું શરૂ કર્યું હતું. ત્યારબાદ તેમણે ઇંસ્ટાગ્રામ ઉપર ફોટો અપલોડ કર્યા હતા.

તેમણે જણાવ્યું હતું કે તેમની કમરમાં આશરે સાત ઇંચ નો ઘટાડો જોવા મળ્યો હતો.  તેને આ બધી વસ્તુ તેમને યોગ્ય ડાયટ પ્લાન ફોલો કરી અને સાબિત કરી હતી. તેમણે એવું પણ જણાવ્યું હતું કે તે હંમેશા પોતાનું શરીર કઈ રીતે ઘટાડવું તે વિશે વિચાર કરતા હતા. ત્યાર પછી તે વજન ઘટાડવા માટે સખત મહેનત કરતા હતા. વજન ઘટાડવા માટે ડાયટ-પ્લાન ઉપરાંત જીવનશૈલીમાં પરિવર્તન કરવું ખૂબ જરૂરી છે.